MORBI:મોરબી સિવિલ હોસ્પિટલમાં કાળ ઝાળ ગરમી ઘ્યાને લઇને તાત્કાલિક કુલર મુકવા અધિક્ષકને રજૂઆત કરી
MORBI:મોરબી સિવિલ હોસ્પિટલમાં કાળ ઝાળ ગરમી ઘ્યાને લઇને તાત્કાલિક કુલર મુકવા અધિક્ષકને રજૂઆત કરી
હાલ કાળઝાળ ગરમી પડી રહી છે અને સૌ કોઈ હેરાન પરેશાન જોવા મળી રહ્યા છે ત્યારે સિવિલ હોસ્પીટલમાં દર્દીઓની પીડાને ધ્યાને લઈને તાત્કાલિક કુલર મુકવા સામાજિક કાર્યકરોએ માંગ કરી છે
મોરબીના સામાજિક કાર્યર રાજુભાઈ દવે, જગદીશભાઈ બાંભણીયા, ગીરીશ કોટેચા, રાણેવાડિયા દેવેશ મેરૂભાઈ સહિતનાઓ દ્વારા સિવિલ હોસ્પીટલના અધિક્ષક દૂધરેજિયા, જીલ્લા કલેકટર અને ધારાસભ્યને રજૂઆત કરી જણાવ્યું છે કે ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે હાલ કાળઝાળ ગરમી પડી રહી છે જેથી તાત્કાલિક કુલર મુકાવો ગત વર્ષે પણ કાળઝાળ ગરમીને પગલે કુલર મુક્યા હતા હાલ ભયંકર ગરમી પડતી હોવાથી પંખા અસર પણ કરતા નથી જેથી હૃદય રોગના દર્દીઓને તેમજ બીપીના દર્દીઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે જેથી દર્દીઓના હિતમાં કુલર મુકવા માંગ કરી છે