GUJARATHALOLPANCHMAHAL

હાલોલ:કલરવ શાળા દ્વારા ચૈત્ર માસમાં માઈ ભક્તો માટે વધુ એક સેવા કાર્ય કરવામાં આવ્યું.

 

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૧૩.૪.૨૦૨૫

તારીખ 13 એપ્રિલ 2025 ને રવિવારના રોજ હાલોલ નગરમાં આવેલ કલરવ શાળા દ્વારા દર વર્ષે ચૈત્ર માસમાં માઇ ભક્તો માટે ખાસ સેવાનો અનોખું કાર્ય કરવામાં આવે છે. ચૈત્ર નવરાત્રી દરમિયાન પાવાગઢ ખાતે શ્રી મહાકાળી માતાજીના દર્શનનો વિશેષ મહિમા હોય છે.ચૈત્ર માસમાં મહાકાળી માતાજીના દર્શન માટે હજારોની સંખ્યામાં ભક્તો દર્શન માટે પગ પાળા ચાલતા આવતા હોય છે, ત્યારે તેમના માટે કલરવ શાળા દ્વારા એક દિવસની ખાસ સેવા આપવામાં આવી હતી.જેમાં શાળા દ્વારા 1500 લીટર ઠંડી છાશનું મફત વિતરણ પાવાગઢ તળેટી થી માંચી ની વચ્ચે અટક ના દરવાજા પાસે કરવામાં આવ્યું હતું.વિવિધ સ્થળેથી પાવાગઢ જતા પગપાળા પદયાત્રીઓ માટે આ સેવા આપવામાં આવે છે. આ સેવામાં શાળાના આચાર્ય, શાળાના ટ્રસ્ટી, શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓનો સાથ સહકાર ખૂબ જ મહત્વનો બની રહ્યો હતો.આ સેવા આપવા માટે દરેક શિક્ષકો અને વિદ્યાર્થીઓને શાળાના આચાર્ય દ્વારા ખૂબ ખૂબ અભિનંદન આપવામાં આવ્યા હતા.

Back to top button
error: Content is protected !!