બાબા સાહેબની ૧૩૪ મી જન્મ જયંતી ની કાલોલ ખાતે ભવ્ય ઉજવણી કરાઈ.નેતાઓ, સામાજીક આગેવાનોએ પુષ્પાંજલી અર્પણ કરી

તારીખ ૧૪/૦૪/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ ખાતે રાજકીય નેતાઓ, સામાજીક આગેવાનોએ બાબા સાહેબની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કાર્યક્રમનું આયોજન કરાયું હતું જેમાં દેશના બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ની ૧૩૪ મી જન્મ જયંતી નિમિત્તે કાલોલ મામલતદાર કચેરી પાસે આવેલ બાબાસાહેબ ની પ્રતિમા એ અનુસૂચિત જાતિ સમાજના આગેવાનો, કાર્યકરો, રાજકિય આગેવાનો,ભીમવંશજો એ પુષ્પાંજલિ અર્પણ કરી હતી. સમગ્ર નગરને બાબાસાહેબ ના ઝંડાઓથી અને તોરણો થી શણગારવામાં આવ્યું હતું.ભારતના સંવિધાનના સર્જક અને ભારત રત્ન, દલિતોના મસીહા પીડિતો શોષિતઓના ઉદ્ધારક,કલમના બાદશાહ, વિશ્વ વિભૂતિ મહિલાઓના ઉદ્ધારક બોધી સત્વ એવા આ મહા માનવની સમગ્ર દેશ અને દુનિયામાં ઉજવણી થઈ રહી છે ત્યારે કાલોલ મામલતદાર કચેરી પાસે કાલોલના સીનીયર પીઆઈ આર ડી ભરવાડ દ્વારા ડો બાબા સાહેબ આંબેડકર ની પ્રતિમાને ફુલહાર કરવામાં આવ્યા હતા.કોંગેરા કાર્યકરો દ્વારા અને આંબેડકર સ્મરણાંજલિ સમિતી દ્વારા બાબા સાહેબની પ્રતિમાને ફુલહાર કરવામાં આવ્યા અને બાબા સાહેબ અમર રહો, જય ભીમ, જય સંવિધાન,એક જ સાહેબ બાબા સાહેબ ના સુત્રો પોકાર્યા હતા. કાલોલ ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ અને કાલોલ તાલુકા પંચાયત પ્રમુખ સવિતાબેન રાઠવા,કાલોલ નગરપાલિકા પ્રમુખ હસમુખભાઈ મકવાણા અને કોર્પોરેટરો, જીલ્લા ઉપાધ્યક્ષ ડો યોગેશ પંડ્યા,માજી પ્રમુખ જયદેવસિંહ ઠાકોર, મંડળ પ્રમુખ મહિદિપસિંહ ગોહિલ હાજર રહ્યા હતા ધારાસભ્ય અને આગેવાનો દ્વારા બાબા સાહેબની પ્રતિમાને ફુલહાર કરી સ્વાગત બાદ બંધારણ ના આમુખનું વાંચન જયદેવસિંહ ઠાકોર દ્વારા કરવામાં આવેલ.પોતાના પ્રવચનમાં ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણે કોંગ્રેસ ઉપર આક્ષેપ કર્યા હતા અને કોંગ્રેસે ડો બાબા સાહેબ આંબેડકર નુ અપમાન કર્યું હોવાનો અને તેઓને ચૂંટણીમાં હરાવ્યા હોવાનો અને તેઓના મૃત્યુ બાદ અંતિમક્રિયા માટે દિલ્હીમાં મંજૂરી નહી આપી હોવાનો આક્ષેપ કર્યો હતો. કોંગ્રેસ ના સમયમાં રોડ ના કોઈ ઠેકાણા નહી વડોદરા જવુ હોય તો ડિસ્કો રોડ પરથી બે કલાક લાગે,દવાખાના ડોક્ટર વગરના સ્કૂલ શિક્ષક વગરની હોવાના આક્ષેપ કર્યા હતા.







