ANJARGUJARATKUTCH

અંજારની રામનવમીના રથયાત્રાની વીડિયોગ્રાફી સ્પર્ધામાં કચ્છી યુવાન કરન આહિરે પ્રથમ ક્રમાંક હાંસલ કર્યો

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ  :- રમેશ મહેશ્વરી- અંજાર કચ્છ.

અંજાર, તા-17 એપ્રિલ  :  દર વર્ષે અંજારમાં રામ નવમીના દિવસે ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવતું હોય છે, આ રથયાત્રા ગુજરાતની સૌથી મોટી રથયાત્રામાંથી એક છે. રામ ઘનશ્યામ જન્મોત્સવ ટ્રસ્ટ અને અંજાર ફોટોગ્રાફર વીડિયોગ્રાફર એશોશીએશન દ્વારા આ રથયાત્રા દરમિયાન રાજ્યકક્ષાની ફોટો અને વિડિયોગ્રાફીની સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં સમગ્ર ગુજરાતમાંથી ફોટોગ્રાફર્સ – વીડિયોગ્રાફર્સ આ સ્પર્ધામાં ભાગ લેવા અને રથયાત્રાને પોતાના કેમેરામાં કંડારવા અંજાર ખાતે પધાર્યા હતા. આ સ્પર્ધામાં કચ્છના યુવા ફોટોગ્રાફરશ્રી કરન આહિરે વીડિયોગ્રાફી(રીલ) કેટેગરીમાં રાજ્યકક્ષાએ પ્રથમ ક્રમાંક હાંસલ કર્યો હતો. જેથી રામ ઘનશ્યામ જન્મોત્સવ ટ્રસ્ટ અને અંજાર ફોટોગ્રાફર વીડિયોગ્રાફર એશોશીએશન, અંજારના ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગા, ત્રિકમદાસજી મહારાજ, નગરપાલિકા પ્રમુખ વૈભવ કોડરાણી, મહેશભાઈ ઓઝા, અશ્વિન સોરઠિયા, પાર્થ સોરઠિયા વગેરે મહાનુભાવોની ઉપસ્થિતિમાં કરન આહિરનું મોમેન્ટો અને રૂ. એકવીસ હજારના ઈનામની સન્માન કરવામાં આવ્યું હતું.

Back to top button
error: Content is protected !!