
તા.૧૭.૦૪.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ જિલ્લાના સંજેલી તાલુકામાં નલ સે જલ યોજના અધૂરી અને નિષ્ફળ 450 ફુટ બોરવેલ કરવા માંગ કોંગ્રેસ
સંજેલી તાલુકા પ્રમુખ દિનેશભાઈ તાવિયાડના નેતૃત્વમાં કોંગ્રેસ સમિતિ દ્વારા તાલુકા વિકાસ અધિકારી ને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ જયેશ સંગાડાએ જણાવ્યું કે નલ સે જલ યોજના માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની મહત્વકાંક્ષી યોજના છે .પણ દાહોદ જિલ્લામાં આ યોજના સદંતર નિષ્ફળ નીવડી છે સંજેલી તાલુકામાં લગભગ 56 ગામડાઓ આવેલા છે નલ સે જલ યોજના આવી ત્યારથીજ દરેક ગ્રામ પંચાયત પાણી વેરો લેવાની શરૂઆત કરેલ છે જેથી ગ્રામપંચાયત દ્વારા બોરવેલ આપવાનું બંધ કરી દીધેલ છે જેથી હાલ આકરા ઉનાળામાં પીવાના પાણીની ખૂબ તંગી સર્જાઈ રહી છે જેથી તાલુકા વિકાસ અધિકારીને વિશેષ ગ્રાન્ટ ફાળવી જ્યાં વધારે જરૂરિયાત છેતેવા હીરોલા , બોડાડુંગર, કરંબા, અણીકા,ગોવિંદા તળાઈ જેવા ગામોમાં 450 ફૂટના બોરવેલ મંજૂર કરી આપવા માંગ કરાઈ યુવા પ્રમુખ રાહુલ માવી એ જણાવ્યું કે સંજેલી તાલુકા પંચાયતના ચેરમેન ધનાભાઈ માવીના પોતાના ફળિયામાં પણ નલ સે જલ યોજનામાં હજી કામગીરી થઈ નથી.તાલુકા વિકાસ અધિકારી એ ચોક્કસ પણે વ્યવસ્થા કરવાની બાહેધરી આપતા જણાવ્યું કે અત્યારે આયોજનમાં લઈએ તો આવતા વર્ષે થાય તેના જવાબમાં જયેશ સંગાડા એ જણાવ્યું કે ,જિલ્લા સભ્યો, ધારાસભ્ય, સાંસદ ને રજૂઆત કરી એમની ગ્રાન્ટ માંથી તાત્કાલિક પાણીની વ્યવસ્થા કરી આપવી જોઈએ આજની રજૂઆતમાં રમશુભાઈ હઠીલા, સુખદેવભાઈ વસૈયા ઉપસ્થિત રહ્યા




