પ્રગતિ ગર્લ્સ હાઇસ્કુલ લીમખેડામાં દાહોદ જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘ ની કારોબારી મીટીંગ યોજવામાં આવી હતી જેમાં જિલ્લા સંઘના હોદ્દેદાર મિત્રો તાલુકા સંઘના પ્રમુખ મંત્રીશ્રી મહિલા પ્રતિનિધિઓ ની ઉપસ્થિતિમાં ચાલુ સાલે નિવૃત્ત થતા હોદ્દેદાર મિત્રો દાહોદ જિલ્લામાંથી જુના શિક્ષક તરીકે બદલી થઈ અન્ય જિલ્લાઓમાં જતા તમામ શિક્ષક મિત્રોને
દાહોદ જિલ્લા ના પ્રમુખશ્રી ગજેન્દ્રભાઈ પરમાર મંત્રી શ્રી સુરેશભાઈ પટેલ એ શુભેચ્છાઓ પાઠવી હતી તેમજ નિવૃત્ત થનારા અને જુના શિક્ષકમાં બદલી ધનારા તમામ ભાઈ બહેનોને પુષ્પગુચ્છ અને સાલ આપી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું શિક્ષક મિત્રો ના પ્રશ્નોની પણ ચર્ચા કરવામાં આવી હતી. આભાર વિધિ કર્યા બાદ ભોજન લઈ કારોબારી પૂર્ણ કરવામાં આવી હતી..
સુરેશ પટેલ લીમખેડા