MORBI:અંશની મેરેથોન ઇનિંગ્સે ચેમ્પિયન ટ્રોફીમાં મોરબીને બીજી જીત અપાવી
MORBI:અંશની મેરેથોન ઇનિંગ્સે ચેમ્પિયન ટ્રોફીમાં મોરબીને બીજી જીત અપાવી
હરિયાણાના પાણીપત ખાતે ચાલી રહેલી ચેમ્પિયન ટ્રોફી 2025માં, ગુજરાત લાયન્સે ચંદીગઢ કેપિટલ્સ સામેની તેની બીજી મેચ 160 રનના મોટા માર્જિનથી જીતી લીધી.
ટોસ જીતીને ગુજરાત લાયન્સનો પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય તેમના માટે મોંઘો સાબિત થયો જ્યારે તેમના મુખ્ય બેટ્સમેન એક પછી એક આઉટ થયા પરંતુ અંશે મેચને પોતાની બનાવી લીધી ૨૫ ઓવરની મેચમાં ગુજરાત લાયન્સે ચંદીગઢ કેપિટલ્સને ૨૧૨ રનનો લક્ષ્યાંક આપ્યો હતો જેમાં અંશે એકલાએ 89 બોલમાં 24 ચોગ્ગા અને 7 છગ્ગાની મદદથી 160 રન બનાવ્યા.
ગુજરાતના બોલરોએ ચંદીગઢ કેપિટલ્સ ટીમને ક્યારેય મોટા લક્ષ્યનો પીછો કરવાની તક આપી ન હતી ગુજરાતના ઝડપી બોલરો રિષભ અને ડેનિયલે એક પછી એક પ્રહારો કર્યા અને સ્પિન બોલરોએ શાનદાર બોલિંગ કરીને ચંદીગઢ કેપિટલ્સને ઘૂંટણિયે પાડી દીધા. ગુજરાતની બહાર પોતાની કારકિર્દીની પહેલી મેચ રમી રહેલા જયવીર, શ્રે અને વર્ચસ્વ શર્માએ બે-બે વિકેટ લીધી.હવે ગુજરાત ૧૯ એપ્રિલે પંજાબ સામે ટકરાશે.