ઉર્સે મદુમે ગુજરાત સૈયદ અઝીમે મિલ્લતના ૩૭ મા અને હઝરત સૈયદ મોઈનુદ્દીન બાબા ના પ્રથમ ઉર્ષ ની ઉજવણી અંતર્ગત ભવ્ય જુલૂસ યોજાયો
તારીખ ૧૯/૦૪/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
હઝરત મગદુમે ગુજરાત સૈયદ અઝીમુદ્દીન જીલાનિયુલ કાદરી ચિસ્તી રિફાઈબાબા ના ૩૭માં ઉર્ષની ઉજવણીની સાથે હઝરત સૈયદ મોઈનુદ્દીન જીલાનીબાબા ઉર્ફે છોટે સરકારના પહેલા ઉર્ષ અંતર્ગત ખાનકાહે અહેલે સુન્નતના સહજ્જાદા નસીન હઝરત કારી સૈયદ અમીરૂદ્દીનબાબા સાહેબ ની અધ્યક્ષતામાં ખાનકાહે અહેલે સુન્નતના રાતીબે રીફાઇના જલાલી જુમરા સાથે ભવ્ય જુલૂસ નું આયોજન કરી હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી.બડોદરા સ્થિત ધનાની પાર્ક મેમણ કોલોની ખાતે આરામ ફરમાવતા મગદુમે ગુજરાત સરકાર સૈયદ અઝીમી મિલ્લત બાબા ના ઉર્ષ નિમિત્તે કાલોલ નગરમાં દર વર્ષે મુસ્લિમ બિરાદરો દ્વારા પરંપરાગત રીતે ઉર્સે ની ઉજવણી કરવામાં આવે છે.તેને લઈ શુક્રવારના રોજ કાલોલ ખાતે ખાનકાહે એહલે સુન્નત ના માર્ગદર્શન મુજબ અઝીમી ફ્રેન્ડ સર્કલ દ્રારા હઝરત મગદુમે ગુજરાત સૈયદ અઝીમુદ્દિનબાબા અને હઝરત સૈયદ મોઈનુદ્દીન જીલાની બાબા નાં ઉર્સના મોકા પર હજારો અનુયાયીઓ ની ઉપસ્થિતમાં આશીયાના સોસાયટી ખાતેથી જુલુસ રાત્રીના સાડા દસ વાગ્યે પ્રસ્થાન કરી નગરના મુખ્ય બજાર થઈ વિવિધ માર્ગો પરથી પસાર થઈ પરત જુમ્મા મસ્જીદ નુરાની ચોકમાં આવી હજરત સૈયદ અઝીમુદ્દિન બાબા સાથે હઝરત સૈયદ મોઈનુદ્દીન બાબા ના જીક્રર સાથે સલાતો સલામ પછી દુવા હઝરત સૈયદ અમીરૂદ્દીનબાબા દ્રારા માગી હઝરત સૈયદ કબીરબાબા ની પ્રેરેક ઉપસ્થિત વચ્ચે જુલૂસ સભાના રૂપમાં ફેરવાયુ હતુ અંતે બન્ને ધર્મગુરુઓનાં ઉર્ષ ની ઉજવણીની અંતર્ગત નિયાઝનું સુંદર આયોજન અઝીમી ફ્રેન્ડ સર્કલ દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં મોટીસંખ્યામાં અકીદોમંદ ઉપસ્થિતિમાં નિયાઝની વહેંચણી કરવામાં આવી હતી.