
અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
સાંસદના મત વિસ્તારમાં લોકો માટે જનસંપર્ક કાર્યાલય તેમજ,ધનસુરાના આકરૂન્દ લાયબ્રેરીનું CM ના હસ્તે ઉદ્ઘાટન,મુખ્યમંત્રીએ દિવ્યાંગ સમૂહ લગ્નમાં હાજરી આપી નવદંપતિ ને આશિર્વાદ આપ્યા
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ લોકાર્પણ કાર્યક્રમ બાદ શામળાજી રોડ પર આવેલ તત્વ આર્કેડમાં સાંસદ શોભનાબેન બારૈયા એ મત વિસ્તારમાં લોકો માટે જનસંપર્ક કાર્યાલય બનાવ્યું હતું તેનું ઉદઘાટન કર્યું.
બીજી બાજુ મુખ્ય મંત્રી એ લાઇસન્સ ક્લબ સંચાલિત બહેરા મૂંગા સ્કૂલ ખાતે યોજાયેલ સૌપ્રથમ 7 દિવ્યાંગ સમૂહ લગ્નમાં હાજરી આપી નવદંપતિ ને આશિર્વાદ આપ્યા હતા.મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલએ ધનસુરાના આકરૂન્દ પહોંચ્યા હતા જ્યાં,આધુનિક AC લાયબ્રેરીનું ઉદ્ઘાટન કર્યું હતું જે પદ્મશ્રી દેવેન્દ્ર પટેલના વતન આકરૂનદ માં લાયબ્રેરી આવેલ છે
જ્યારે મુખ્યમંત્રી બસ સ્ટેન્ડની મુલાકાત અને લોકાર્પણ માટે પહોંચ્યા હતા ત્યાં નાના બાળકોએ વેલકેમ દાદા કહી આવકાર્યા હતા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે બાળકોને બોલાવી બાળકના હાથમાં રહેલ કાગળ પર ઓટોગ્રાફ આપ્યા હતા







