વાત્સલ્યમ્ સમાચાર
દિપક પટેલ-ખેરગામ
દીવ ઘોઘલા ના પંચાયત ચોક માં ચાલી રહેલી કથાકાર પ્રફુલભાઇ શુક્લ ની રામ કથા માં આજે ભરતમિલાપ ની કથા નું વર્ણન કરવામાં આવ્યું હતું, ભરત ચરિત્ર એ ભાત્રુ ભાવ નું ભાષાંતર છે પ્રેમ, સમર્પણ અને ત્યાગ નું મૂર્તિ મન્ત સ્વરૂપ છે એમ પ્રફુલભાઇ શુક્લ એ જણાવ્યું હતું,આજે કથામાં દીવ દમણ જિલ્લા પંચાયત પ્રમુખ રામજીભાઈ ભીખા દેવ, નગરપાલિકા પ્રમુખ હરેશભાઇ કાપડિયા, રામજીભાઈ પારસ મણી, ભીખભાઈ વેશ્ય, કિશોરભાઈ ચૂનાવાલા,પુંજાભાઈ બામણીયા, બાબુભાઈ વેસ્ય, સહિત દીવ પ્રદેશ ના આગેવાનો કથા શ્રવણ કરવા ઉપસ્થિત રહ્યા હતા ઘોઘલા ના ઇતિહાસ માં પેહલી વાર વિશાલ સઁખ્યા માં ભાવિકો કથા શ્રવણ કરીરહ્યા છે મઁગળવારે કથામાં રામેશ્વર પૂજા ઉત્સવ ઉજવવામાં આવસે, અગિયાર રસ થી શિવજી નો રુદ્ર અભિષેક કરવામાં આવસે, લોકો માં અનેરો ઉત્સાહ વર્તાઈ રહ્યો છે