GUJARATKUTCHMANDAVI

ABRSM-કચ્છ દ્વારા બદલી પામી પોતાની પસંદગીના સ્થાને જતા ગ્રાન્ટેડ શાળાના જૂના શિક્ષકોને અભિનંદન સહ શુભકામનાઓ પાઠવાઇ.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ  :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.

માંડવી, તા-22 એપ્રિલ  : કચ્છ જિલ્લાના ગ્રાન્ટ-ઈન-એડ માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળાઓના જુના શિક્ષકોના બદલીના છૂટા થવાના આદેશોનું વિતરણ માનનીય જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી સંજયભાઈ પરમાર સાહેબના હસ્તે કરવામાં આવ્યું.આ મહત્વપૂર્ણ પ્રસંગે શિક્ષકોના હિત માટે સતત કાર્યરત તેમજ સેવારત એવા અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના પ્રાંત ઉપાધ્યક્ષ શ્રી મૂરજીભાઈ ગઢવી, સરકારી માધ્યમિક સંવર્ગના અધ્યક્ષ શ્રી નયનભાઈ વાંઝા, ગ્રાન્ટ-ઈન-એડ માધ્યમિક સંવર્ગના વરિષ્ઠ ઉપાધ્યક્ષ શ્રી ચેતનભાઈ લાખાણી અને મંત્રી શ્રી નિલેશભાઈ વાઘેલાએ વિશેષ ઉપસ્થિત રહી, છૂટા થઇ વતનની વાટે અથવા પોતાની પસંદગીની શાળામાં જઈ રહેલ શિક્ષકોને આદેશ વિતરણ કરી અભિનંદન સહ હાર્દિક શુભકામનાઓ પાઠવેલ હતી, એવુ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ-કચ્છ ગ્રાન્ટેડ માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક સંવર્ગ અધ્યક્ષ અલ્પેશભાઈ જાની ની યાદીમાં જણાવવામાં આવેલ હતુ.

Back to top button
error: Content is protected !!