ચોટીલા પ્રાંત અધિકારીએ સાથળીમા આપેલી જમીન પરનું દબાણ ખુલ્લું કરાવીને લાભાર્થીને કબ્જો અપાવ્યો.

તા.24/04/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લામાં ચોટીલાના પરબડી ગામે ઘણા સમયથી સાથણીની જમીન ફાળવણીના મુદ્દે ખેડૂતોની કામગીરી ઊભી રહેતી હતી તેમાં ચોટીલા નાયબ કલેક્ટર એચ.ટી મકવાણા પરબડી ગામની ખેડૂતોની સમસ્યાને સમાધાન રૂપે પ્રત્યક્ષ હાજર રહી પરબડી ગામના સાથણીમાં જમીન ફાળવવામાં આવી હતી તેઓને કબજો સોંપવામાં આવ્યો હતો ચોટીલા નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણા દ્વારા પરબડી ગામે સાથણીની જમીન ફાળવવામાં આવેલ તેના હુકમ અનુસંધાને 2018માં સર્વે નંબર 117 પૈકી વાળી જમીનમાં લાભાર્થીઓને કબજો આપવામાં આવ્યો હતો સાથણી જમીન ધારકોને આજુબાજુના ખેડૂત ખાતેદાર દ્વારા તે જમીન પર વાવેતર કરી તેમાં દબાણ વાળી જગ્યા ખુલ્લી કરવામાં ન આવતા તે સાથણી દારોમાં બાવળ ફાડ ભુદરભાઈ દેવજીભાઈ, જોષી હરેશભાઈ લખતરાય ભાઈ, જોષી રઘુરામભાઈ મેઘજીભાઈ, બાવળ ફાડ ધનશંકરભાઈ ગોવિંદભાઈ અને જોશી જશવંતભાઈ રતિલાલ તેઓ રહેવાસી આણંદપુરને પરબડી ગામે સાંતળીમાં જમીનનો પ્રત્યક્ષ કબજો સોંપવામાં આવ્યો હતો.




