
તા.૨૪.૦૪.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી જિલ્લા શાખા દ્વારા આકરા ઉનાળામાં લોકો માટે ઠંડા પાણીની પરબ શરૂ કરવામાં આવી
દાહોદ ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી જિલ્લા શાખા દ્વારા માનવતાવાદી કાર્ય કરવામાં આવે છે હાલની કાળઝાળ ગરમીમાં દાહોદ શહેરમાં બસ સ્ટેશન નજીક પ્રવાસીઓને રાહત મળે તે શુભ આશયથી તારીખ ૨૩.૦૪.૨૦૨૫ સવારે ૧૧ થી ૫ સુધી ઠંડા આરો પાણીની નિશુલ્ક સેવા શરૂ કરવામાં આવી આ લોકો ઉપયોગી સેવાકાર્ય નું ઉદઘાટન રેડક્રોસ દાહોદ જિલ્લા શાખા ના ચેરમેન ગોપાલભાઈ ધાનકા દ્વારા કરવામાં આવ્યું. આ પ્રસંગે સંસ્થાના વાઇસ ચેરમેન દિનેશભાઈ શાહ, ખજાનચી કમલેશભાઈ લીમ્બાચીયા, સહમંત્રી સાબીર શેખ, બ્લડ બેન્ક ઓર્ગેનાઇઝર એન. કે.પરમાર, સામાજિક આગેવાન નરેશભાઈ ચાવડા પણ ઉપસ્થિત રહ્યા હતા આ સેવા પૂરી પાડવા માટે જૈન દિગંબર સમાજ સંઘ દાહોદ પણ સહયોગ આપશે તેવું જૈન સમાજના ચેરમેન કાલિદાસ ગાંધી હાજર રહી જણાવેલ હતું. આ ઠંડા પાણીની સેવા મહિના સુધી ચાલશે આ પ્રસંગે મીડિયા ના મિત્રો ,પત્રકાર મિત્રો વગેરે હાજર રહી અમૂલ્ય સમય ફાળવ્યો હતો સંસ્થા દ્વારા દાહોદની અન્ય સંસ્થાઓ તેમજ દાતાઓ દાન આપી આવી સેવાકીય પ્રવૃત્તિમાં ભાગ લેવા વિનંતી કરવામાં આવે છે




