
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી- માંડવી કચ્છ.
માંડવી PGVCL કચેરીએ અનેક રજૂઆત કરાઈ છતા કોઇ કાર્યવાહી નહી.
ગ્રાહકો લાઈટ બીલ રેગ્યુલર ભરી દેતો તો પણ વોલ્ટેજ ધીમા અને કચેરીઓ મા કોઈ પણ કર્મચારીઓ ગ્રાહકની સાંભળ વા તૈયાર નહી.
માંડવી.તા-૨૫ એપ્રિલ : માંડવી તાલુકાના બિદડા મફતનગર વિસ્તાર ગામ છેલ્લા ત્રણ વર્ષથી PGVCL ના ગ્રાહકો કાળઝાળ ગરમીમાં હેરાન થઈ ને ત્રાહીમામ પોકારી ઊઠયા છે. માંડવી PGVCL કચેરી ના કર્મચારીઓ ને અનેક વખત રજૂઆતો કરવામાં આવી છતાં પણ ગ્રાહકો ને કોઈ આજદિન સુધી પુરતા વોલ્ટજ મડતા નથી અને લોકો દર બે મહિને વિજળી બિલ ચુકવી દે છે લોકો એ એવું પણ જણાવ્યું હતું કે જો અમો તારીખ આપેલ પર ચાર પાંચ દિવસ સુધી બિલ ચુકવી નથી શકતા તો ડિસ્ક કનેક્ટ કરવા માટે ગામના વાયર મેન સાથે લઈને પોહચી આવે છે તો અમો ગ્રાહકો ને તમારી PGVCL કચેરી કેમ વોલ્ટજ પુરાં કરી નથી શકતી જ્યારે પણ વાયર મેન કે કચેરી ના કર્મચારીઓ ને મળીએ છીએ ત્યારે એવુંજ કહેવામાં આવે છે કે તમો પૈસા ભરીને અલગ થી ટાસફોરમ નખાવી લો તો સાહેબ શ્રી અમો લાઈટ બીલ રેગ્યુલર ભરતાં હોઈએ તો અમો ને તમો વોલ્ટેજ કેમ પુરાં આપતા નથી તો બિદડા ગામના મફતનગર વિસ્તાર ના લોકો ધીમાં વોલ્ટેજ માટે ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે.
સાથે લોકોએ જણાવ્યું હતું કે બિદડા મફતનગર વિસ્તાર માં ટ્રાન્સફોર્મ બળી જતા તો ત્યાં નવુ ટ્રાન્સફોર્મ નાખવા આવેલા PGVCL ના કર્મચારીઓ ટ્રાન્સફોર્મ માં ડાયરેક્ટ વિજ જોડાણ આપી દેતા ગણાય ગ્રાહકો ના ઘરમાં વાયરીંગ સાથે મીટર સળગી ગયેલા ત્યારે માાંડવી તાલુકાના શિવસૈના અધ્યક્ષ અમીતભાઈ સંગાર ફરિયાદ કરેલ પણ માંડવી PGVCL દ્વારા કોઈ સર્વે કરવામાં આવેલ નહી કે કોઈ ગ્રાહકો ને રાહત આપવા આવી નહીં તો માંડવી PGVCL ની મોટા મોટી બેદરકારી બિદડા ગામના લોકો બતાવી રહ્યા છે.
લોકો એ વાત્સલ્યમ્ સમાચાર ને જણાવ્યું હતું કે હવે અમોને પુરાં વોલ્ટેજ નહીં મળે તો અમો માંડવી PGVCL કચેરીની અંદર ઉપવાસ ઉપર બેસશું અને તે તમામ જવાબદારી માંડવી PGVCL ની રહેશે એવુ લોકો એ જણાવ્યું હતું.




