GUJARATMAHISAGARSANTRAMPUR

લુણાવાડા નગર માં પહેલગામ આંતકી હુમલામાં મોતને ભેટેલા મૃતકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી.

મહીસાગર…….

અમીન કોઠારી

લુણાવાડા નગર માં પહેલગામ આંતકવાદી હુમલામાં મોતને ભેટેલા મૃતકોને શ્રધ્ધાજંલી, પાકિસ્તાની ધ્વજ સળગાવીને વિરોધ કરાયો

જામ્મુ કાશ્મીરમાં થયેલા આતંકવાદી હુમલાને લઈને દેશભરમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. નાગરિકો દ્વારા વિરોધ પ્રદર્શન પણ થઈ રહ્યા છે. મહિસાગર જીલ્લાના વડામથક લુણાવાડા ખાતે પણ નગરજનો દ્વારા આંતકવાદી હુમલામાં ભોગ બનેલા મૃતકોને શ્રધ્ધાજલી પાઠવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં નગરજનો તેમજ રાજકીય અગ્રણીઓ પણ જોડાયા હતા. સાથે પાકિસ્તાની ધ્વજ ને સળગાવીને વિરોધ નોંધાવ્યો હતો. આંતકવાદીઓ સામે કડકમાં કડક કાર્યવાડી કરવાની માંગ કરવામાં આવી હતી.

 

મહિસાગર જીલ્લામાં પણ જમ્મુ કાશ્મીરમાં થયેલા આતંકવાદી હુમલાના ઘેરા પ્રત્યાઘાત પડયા છે. જેના ભાગરૂપે લુણાવાડા શહેરમા નાગરિકો દ્વારા આંતકવાદી હુમલાનો ભોગ બનેલાઓને મીણબત્તી સળગાવીને શ્રધ્ધાજલી આપવામા આવી હતી. પોસ્ટરો સાથે રેલી કાઢી હતી અને પાકિસ્તાની ધ્વજનુ દહન કર્યું હતું. પાકિસ્તાન મુર્દાબાદના નારા લગાવ્યા હતા. સાથે સાથે આંતકવાદીઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવી તેવી પણ માંગ કરવામાં આવી હતી. શ્રધ્ધાંજલી કાર્યક્રમમાં લુણાવાડા શહેરના રાજકીય અગ્રણીઓ તેમજ નાગરિકો, મહિલાઓ ઉપસ્થિત રહી ♥હતી.

Back to top button
error: Content is protected !!