
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

નવસારી,તા.૨૫: રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હસ્તકની કમિશનર, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ગાંધીનગર આયોજિત અને જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી નવસારી દ્વારા સંચાલિત બિનનિવાસી પર્વતારોહણ તાલીમ શિબિરનું વાંસદા તાલુકાના તોરણીયા સરા ખાતે આયોજન કરવામાં આવ્યુંછે. આ તાલીમ શિબિરમાં જોડાવા માટેનું નિયત નમૂના મુજબનું અરજીપત્ર કચેરીએથી મેળવી આગામી તા:૧૫/૦૫/૨૦૨૫ સુધીમાં જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી, જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, 1607, “કામાક્ષી” ,પ્રથમમાળ, સ્વપ્નલોક સોસાયટી, કાલિયાવાડી, નવસારી- ૩૯૬૪૪૫. Email: (1) dydonavsari28@gmail.com મોકલી આપવાનું રહેશે. વહેલા તે પહેલાંના ધોરણે આવેલ અરજીપત્રની યોગ્યતા અનુસાર સાહસિકોની પસંદગી કરવામાં આવશે તેમજ શિબિરના સ્થળ, સમય અને તારીખ અંગે જાણ કરવામાં આવશે. જેની નોંધ લેવા નવસારી જિલ્લા યુવા વિકાસ અધિકારીની અખબારી યાદીમાં જણાવાયું છે.





