
અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
મોડાસાના કસ્બા વિસ્તારમાંથી બાંગ્લાદેશી મહિલા મળી આવતા SOG પોલીસે ડિટેઈન કરી પૂછપરછ હાથ ધરી
સમગ્ર ગુજરાતની અંદર ગેરકાયદેસર વસતા લોકોને શોધવા માટે સૂચના આપી દેવામાં આવી છે અને કવાયત હાથ ધરવામાં આવી છે જે અંતર્ગત અરવલ્લી જિલ્લાની અંદર પણ છેલ્લા બે દિવસથી પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ત્યારે અરવલ્લી જિલ્લા એસ ઓ જી પોલીસ દ્વારા તપાસ હાથ ધરતા કસ્બા વિસ્તારમાંથી બાંગ્લાદેશી મહિલા મળી આવી હતી જેમાં મળતી માહિતી અનુસાર મોડાસામાં ચાર વર્ષ અગાઉ મુસ્લિમ યુવક સાથે બાંગ્લાદેશની મહિલા સાથે લગ્ન કર્યા હતા. SOG પોલીસે બાંગ્લાદેશી મહિલાને ડીટેઇન કરી તપાસ હાથ ધરી છે. આ મહિલા મોડાસા કસ્બા વિસ્તારમાંથી મળી આવી હતી. આ મહિલાએ ચાર વર્ષ અગાઉ મુસ્લિમ યુવક સાથે લગ્ન કર્યા હતા અને આધાર પુરાવા વગર ગેર કાયદેસર રીતે મોડાસામાં રહેતી હોવાનુ ખુલ્લું હતું. મહિલા ને 1 વર્ષનું બાળક પણ હોવાનું સામે આવ્યું છે હાલ તો યુવતીને ડીટેઈન કરી પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે




