GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

પંચમહાલ જિલ્લા ભોઈ સમાજનું ગૌરવ..

 

તારીખ ૨૯/૦૪/૨૦૨૫

સાજીદ વાઘેલા કાલોલ 

માધવ ચેરિટેબલ ટ્રસ્ટ કપડવંજ-બ્રહ્મ સમાજ સેવા ટ્રસ્ટ મહેસાણા તથા અનંતા એજ્યુકેશન ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે ગુજરાત રાજ્યના એવા શિક્ષકો કે જેઓ શાળામાં બાળકો સાથે રહીને તથા સામુદાયિક પ્રવૃત્તિઓના માધ્યમથી પર્યાવરણને બચાવવાના અનેકવિધ પ્રયત્નો કરી રહ્યા હોય તેઓને સૌ પ્રથમ વખત”પર્યાવરણ સંરક્ષક એવોર્ડ ૨૦૨૪-૨૫”દ્વારા સન્માનિત કરવાનું આયોજન કરવામાં આવ્યું.જેમાં સમગ્ર ગુજરાતમાંથી ૨૫૨૫ શિક્ષકોનું નોમિનેશન થયું. જેમાં સમગ્ર પંચમહાલ જિલ્લાના નોમિનેશન પામેલા ૨૬ શિક્ષકો પૈકી કાલોલ તાલુકાના રાબોડ ગામના વતની નિષાદકુમાર રમણભાઈ ભોઈને પોતાની સુખિયાપુરી પ્રાથમિક શાળાના બાળકો સાથે સામુદાયિક પ્રવૃત્તિઓના માધ્યમથી પર્યાવરણ સંરક્ષણની સુંદર કામગીરી બદલ આ એવોર્ડ પ્રાપ્ત થાય છે. જે બદલ સમગ્ર ગુજરાત અને પંચમહાલ ભોઈ સમાજ ગૌરવની લાગણી અનુભવે છે.

Back to top button
error: Content is protected !!