Rajkot: “સહકારથી સમૃધ્ધિ” રાજકોટ જિલ્લામાં સહકારી ભાગીદારી વધારવા સભ્યપદ અભિયાન હાથ ધરાયું
તા.૩૦/૪/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: Cooperatives Build a Better World થીમ હેઠળ “આંતરરાષ્ટ્રીય સહકારિતા વર્ષ-૨૦૨૫” ની ઉજવણી અન્વયે રાજકોટ જિલ્લામાં વિવિધ પ્રવૃત્તિ હાથ ધરાઈ હતી. જેમાં વિસ્તરણ અને સભ્યપદ ઝૂંબેશ હેઠળ “સહકારી ભાગીદારી વધારવા માટે PACS સભ્યપદ અભિયાન” અંતર્ગત રાજકોટ જિલ્લામાં વિવિધ કાર્યક્રમો યોજાયા હતા.
પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી “સહકારથી સમૃધ્ધિ” ને પ્રોત્સાહન આપે છે. સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ૨૦૨૫ ના વર્ષની ‘‘આંતરરાષ્ટ્રીય સહકારિતા વર્ષ’’ તરીકે ઉજવણી કરાઈ રહી છે. જે અંતર્ગત રજિસ્ટ્રારશ્રી, સહકારી મંડળીઓ, ગુજરાત રાજ્ય દ્વારા જિલ્લા તથા ગ્રામ્ય કક્ષાએ વિવિધ કાર્યક્રમો આયોજીત કરાશે. એપ્રીલ માસ દરમ્યાન વિસ્તરણ અને સભ્યપદ ઝૂંબેશ અભિયાન કાર્યક્રમ અંતર્ગત “સહકારી ભાગીદારી વધારવા માટે PACS સભ્યપદ અભિયાન” ની પ્રવૃત્તિ રાજકોટ જિલ્લામાં હાથ ધરાઈ હતી. જિલ્લાના ગવરીદડ. કોલકી, સુલતાનપુર, દડવી, નવી મેંગણી સહિતના ગામોમાં જિલ્લા રજિસ્ટ્રારશ્રી, સહકારી મંડળીઓ દ્વારા PACS સભ્યપદ અભિયાન હાથ ધરાયું હતું. જેમા ૨૦૫ થી વધુ વ્યક્તિઓ PACS મંડળીઓમાં સભાસદ તરીકે જોડાયા હતા. વધુમાં, ૧૨૨ થી વધુ સભાસદોને શેર સભાસદ સર્ટીફિકેટ મહાનુભાવોના હસ્તે વિતરિિત કરાયા હતા. પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીની ‘‘સહકારથી સમૃધ્ધિ’’ની સંકલ્પનાને સાકાર કરવા રાજકોટ જિલ્લા સહકારી બેંક તથા જિલ્લા રજિસ્ટ્રારશ્રી, સહકારી મંડળીઓ રાજકોટની કચેરી દ્વારા જેહમત ઉઠાવી આ કાર્યક્રમને સફળ બનાવાયો હતો.