વિજ ગુનાની તપાસ માટે geb po.st. માં જૂજ સ્ટાફ
જામનગર સર્કલના એક પો.સ્ટે.માં માત્ર ૧૧ કર્મચારીઓ ઉપર સમગ્ર ભારણ–રોબોટથી પણ વધુ કાર્યભાર
જામનગર (ભરત ભોગાયતા)
વિજ વિભાગ વિજચોરીના કેસ નોંધે છે ત્યારબાદ જે કેસમાં ઇલેક્ટ્રીક સીટી એક્ટ હેઠળ ગુના નોધાય છે તે ગુનાની નોંધણીથી શરૂ કરી તપાસ , જરૂરી કાર્યવાહીઓ,કોર્ટ મુદતો અને પ્રોસીજર એ બધુ જ જીઇબી પોલીસ સ્ટેશને કરવાનુ હોય છે હવે સમજી શકાય છે કે તે માટે પોલીસ સ્ટેશનમાં પુરતો સ્ટાફ હોવો જોઇએ પરંતુ જામનગરમાં જીયુવીએનએલના પોલીસ સ્ટેશનમાં એક તો જુનુ મહેકમ તે પ્રમાણે પણ માત્ર ૩૦ ટકા સ્ટાફ છે તો થોકબંધ વિજચોરી કેસ નોંધાય તો પણ વિજ વિભાગ પોતાના વિભાગને પણ પુરતો ન્યાય આપી શકે તેમ નથી તેવી વરવી સ્થિતિ છે તેની સામે હયાત સ્ટાફની હાલત વિષે પણ વિચારવુ જોઇએ કે હયાત સ્ટાફની હાલત શું થાય?? તેઓ માણસ છે કે રોબોટ?? રોબોટ પણ ન ઉપાડી શકે તેટલો કામનો ભાર જામનગરના જીઇબીના પોલીસ સ્ટેશનના સ્ટાફ ઉપર છે જે અનેક ઢસરડા કરવા છતા કામ સમય મર્યાદમાં કરવુ એક આકરા પડકાર સમાન છે
જામનગર પીજીવીસીએલ ના વિજ સર્કલમાં ૩૫ સબ ડીવીઝન અને 02 જિલ્લા માટે 1 પોલિસ સ્ટેશન છે. જેમાં મંજૂર મહેકમ 31 છે જેની સામે 2016 થી સરેરાશ 8 સ્ટાફ મા જ કામગીરી લેવાય છે. જેમાં pso ચાર્જ 24 કલાક અને સમન્સ વૉરંટ ડ્યુટીઓ પણ ખરી. બંદોબસ્ત ચેકિંગ કામગીરી માટે અને જે મહત્વ ની તપાસ કામગીરી છે જેના માટે તપાસ અમલદાર 2 થી 3 છે જેઓ પણ તપાસ કામગીરી ઉપરાંત સમન્સ વોરંટ વગેરે કામગીરી પણ કરે છે.
આમરણ થી ઓખા , પડધરી થી જામજોધપુર _ ભાણવડ _ જામ રાવલ સુધી ની લંબાઈ ધરાવતો જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાઓના વિશાળ વિસ્તાર મા જવા આવા સમય અને કામગીરી કરવા ઓછો સ્ટાફ હોય દાખલ થતી ફરિયાદો સામે નિકાલ કરવા માટે પુરતો સ્ટાફ ફાળવેલ નથી જેથી વર્ષે દાખલ થતાં 4500 ગુન્હા ઓ સામે નિકાલ 1000 થી 1200 કેસ ના થઇ શકે છે અને પેન્ડીંગ કેસ વધે છે જેના કારણે 21500 કેસ હાલ મા છેલ્લા 12 વર્ષ ના પેન્ડીંગ છે કે જેમાં કોઇ રકમ ભરાયેલ નથી અને હજુ તેમણે ત્યાં તપાસ કાર્યવાહી થઈ શકેલ નથી. જેનું મેઇન કારણ પૂરતો સ્ટાફ ના ફાળવવો તે છે. ખાસ તો ચેકીંગ કાર્યવાહી થતી રહે છે કાગળો પર અને બિલ બન્યા કરે પણ તેમના નિકાલ માટે પૂરતો સ્ટાફ ફાળવાયા નથી. 2014 માં નક્કી કરેલ ત્યાર ના સ્ટ્રેન્થ મુજબ પણ પોલીસ સ્ટાફ ફાળવેલ નથી અને હવે 12 વર્ષ બાદ કેટલો ગુન્હા રેશીયો વધ્યો છે ? તે સમજી શકાય છે માટે તેની સમીક્ષા થાય તો સ્ટાફ વધું ફાળવવા પડે તેમ થાય. જો 8 સ્ટાફ વર્ષે 1200 કેસ નિકાલ કરી શકે તો 30 સ્ટાફ હોય તો 4000 કેસ વર્ષે નિકાલ થાય તો વીજ ચોરો કોર્ટ તેમજ ન્યાયિક પ્રક્રિયા મા આવે તો ગુન્હા નું પ્રમાણ ઘટે અને વિજ ચોરી ઓછી થઈ જાય જેનાં માટે સરકાર ને જો રસ હોય તો જ વિજ ચોરી ડામવા માટે ફક્ત ચેકિંગ કાર્યવાહી નહીં તેમણે ચેકિંગ બાદ ધોરણ સર કાર્યવાહી માટે પૂરતો પોલીસ સ્ટાફ ફાળવવો પડે નહીંતર જે પ્રજા મોંઘી વીજળી બિલ ભરે છે તેના પર વીજ ચોરો ના કરેલ વીજ ચોરી ના દંડ નું ભારણ પડવા નું ખરું જ.
આમ વિજચોરી ખરેખર નિયંત્રણમાં લેવી છે?? કેસ કરો છો તેની સામે પુરા દંડ ભરાયવતેમ ઇચ્છો છો ?? માત્ર ચેકીંગ કરી સંતોષ માનવો છે કે વિજચોરી સામે અસરકારક કામ કરવું છે?? જો ખરેખર તેનો જવાબ હા હોય તો જામનગર જીઇબી પો.સ્ટે.ના પોલીસ કર્મચારીઓ નુ સેટઅપ પુરૂ કરવુ જોઇએ તેમ અવલોકનકારોએ આ વિસ્તૃત માહિતીઓ સાથે જણાવ્યુ છે અને ઉમેર્યુ છે કે ગુજરાત મા 16 police stations GUVNL છે જેમાં સહુ થી ઓછો સ્ટાફ જામનગર મા હાલ છે