મુળીની તાલુકા પંચાયત અને મામલતદાર કચેરીમાં પીવાનાં પાણીની વ્યવસ્થા ન હોવાથી લોકોને ભારે મુશ્કેલી

તા.02/05/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી સરકારી કચેરીઓ તાલુકા પંચાયત અને મામલતદાર કચેરીમાં આવતા અરજદારો માટે પીવાના પાણીની વ્યવસ્થા ન હોવાથી લોકોને ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે ત્યારે તંત્ર દ્રારા યોગ્ય કાર્યવાહી કરાય તેવી અરજદારો માગ કરી રહ્યા છે મૂળી તાલુકાની સરકારી કચેરીઓમાં સુવિધાઓ વધવાના બદલે જાણે ઘટી રહી હોય તેમ પ્રાથમિક સુવિધાનો અભાવ જોવા મળી રહ્યો છે આગામી દિવસોમાં વિદ્યાર્થીઓનાં એડમિશન અને ઇ કેવાયસી તેમજ ફાર્મર રજિસ્ટ્રેશનની કામગીરી હાલ ચાલી રહી છે સાથે આવક અને જાતિના દાખલા માટે રોજ અનેક અરજદારો મૂળી મામલતદાર કચેરી અને તાલુકા પંચાયત ખાતે આવતા હોય છે ત્યારે આ બન્ને કચેરીમાં ધોમધખતા તાપમાં અરજદારો પીવાના પાણીની સુવિધા ન હોવાથી લોકોને અનેક મુશ્કેલીઓ પડી રહી છે જેથી તંત્ર દ્રારા તાત્કાલિક પાણીની સુવિધા આપવામાં આવે તેવી માગ અરજદારો કરી રહ્યા છે આ અંગે અરજદારો રણજીતભાઇ, હરજીવનભાઇ સહિતનાએ જણાવ્યું કે મૂળીની સરકારી કચેરીઓમાં પીવાના પાણીની વ્યવસ્થા ન હોવાથી અરજદારોને ભારે મુશ્કેલી પડી રહી છે.



