MORBI:મોરબી મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિક, ગંદકી અને જાહેરમાં થૂંકવા સામે કાર્યવાહી.

MORBI:મોરબી મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિક, ગંદકી અને જાહેરમાં થૂંકવા સામે કાર્યવાહી.
મોરબી મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાએ તા. ૨૩ થી ૩૦ એપ્રિલ ૨૦૨૫ દરમિયાન શહેરમાં સ્વચ્છતા માટે કડક પગલાં લીધા હતા. કુલ ૬૬ આસામી પાસેથી રૂ. ૯૦,૧૦૦/- નો દંડ વસુલ કરવામાં આવ્યો છે.
મોરબી મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાએ શહેરમાં સ્વચ્છતા જાળવવા તેમજ હાનિકારક પ્રવૃત્તિઓને અંકુશમાં લેવા માટે તા. ૨૩/૦૪ થી ૩૦/૦૪ દરમિયાન વિશેષ કાર્યવાહી હાથ ધરી હતી. આ દરમ્યાન પ્રતિબંધિત પ્લાસ્ટિકનો વપરાશ કરતા ૨૪ આસામી પાસેથી રૂ. ૫૦,૪૦૦/- નો દંડ વસુલ કરવામાં આવ્યો હતો. ઉપરાંત, શહેરમાં ગંદકી કરતા ૩૭ આસામી પાસેથી રૂ. ૩૮,૯૦૦/- નો દંડ વસૂલાયો હતો. જાહેર સ્થળે કચરો સળગાવવાના કેસમાં ૨ આસામી પાસેથી રૂ. ૬૦૦/-, ઓપન યુરીનેશન માટે ૧ પાસેથી રૂ. ૧૦૦/- અને જાહેરમાં થૂંકવાના કેસમાં પણ ૧ પાસેથી રૂ. ૧૦૦/-નો દંડ વસુલ કરવામાં આવ્યો હતો.આ સાથે, મોરબી મહાનગરપાલિકાએ શહેરીજનોને અનુરોધ કર્યો છે કે તેઓ શહેરની સ્વચ્છતા જાળવે, ગંદકી ન ફેલાવે અને પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળે. પાલિકા દ્વારા આવનારા દિવસોમાં પણ આવી સખત ચેકિંગ પ્રક્રિયા ચાલુ રહેશે.









