કાલોલ ના ડેરોલ સ્ટેશન બજારો સજ્જડ બંધ,પાકિસ્તાન વિરોધ ભારે સૂત્રોચ્ચાર સાથે લોકો માર્ગો ઉપર ઉતરી આક્રોશ વ્યક્ત કર્યો

તારીખ ૦૩/૦૫/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
જમ્મુ કાશ્મીરનાં પહેલગામમાં થયેલા આતંકી હુમલાએ સમગ્ર દેશને આઘાત પહોંચાડ્યો છે.આ હુમલાની તીવ્ર પ્રતિક્રિયા સમગ્ર ભારતમાં જોવા મળી રહી છે ત્યારે કાલોલ તાલુકાના રેલ્વે મથક એવા ડેરોલ સ્ટેશન ખાતે પણ તેનાં પડઘા સ્પષ્ટ રીતે જોવા મળ્યા સાથે રોડ રસ્તાઓ પર પાકિસ્તાન વિરોધી સૂત્રોચ્ચાર કરતા જોવા મળ્યા હતા.જેમાં કાલોલ તાલુકાના ડેરોલ સ્ટેશન ખાતે સ્થાનિક વેપારીઓ એક દિવસ માટે સજ્જડ બંધ રાખીને લોકોએ સ્વયંભૂ રીતે રસ્તાઓ પર ઉતરી આવીને પોતાના આક્રોશને વાચા આપી હતી.તેમણે રસ્તાઓ પર આવી ‘પાકિસ્તાન મુર્દાબાદ’ જેવા નારા લગાવી તીવ્ર નારાજગી વ્યક્ત કરી હતી. પહેલગામમાં નિર્દોષ લોકો પર થયેલા આતંકી હુમલાથી સ્થાનિકો અત્યંત દુઃખી અને ગુસ્સે છે.પાકિસ્તાન દ્વારા સતત આવી આતંકવાદી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવામાં આવે છે,જેના કારણે દેશની શાંતિ અને સલામતી જોખમાય છે. ડેરોલ સ્ટેશન ગામના વહેપારીઓ રસ્તાઓ પર આ રીતે ઉતરી આવીને ત્રાસવાદી વિરોધ સુત્રો દ્વારા સ્થાનિકોએ આંતરરાષ્ટ્રીય સ્તરે પાકિસ્તાનની આ કાયરતાપૂર્ણ કૃત્યની સખત નિંદા કરી આતંકવાદીઓને કડક સજા થાય તેવી માંગ કરી હતી.સ્થાનિક લોકોના આ સ્વયંભૂ વિરોધ પ્રદર્શને સાથે સમગ્ર ડેરોલ સ્ટેશન ગામના વેપારીઓએ સજ્જડ બંધ રાખીને સમર્થનમાં જોડાઇ ગયા હતા.






