કાલોલ દશામોઢ વણિક જ્ઞાતિપંચ દ્વારા “સુવર્ણ હોલ હાઉસીંગ સોસાયટી ખાતે ઈનામ વિતરણ તથા સન્માન સમારંભ યોજાયો.

તારીખ ૦૪/૦૫/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
“સુવર્ણ હોલ ”કાલોલ ખાતે ને શનિવારના રોજ જ્ઞાતિના ધોરણ-૧ થી ધોરણ-૧૨ તથા ઉચ્ચ ડીગ્રી પ્રાપ્ત કરનાર અંદાજે ૧૦૦ જેટલા વિદ્યાર્થી ભાઈ-બહેનો શીલ્ડ તથા સ્મૃતિ ચિન્હો દ્વારા તથા ૭૫ વર્ષની ઉપરના જ્ઞાતિના ૨૨ જેટલા વડીલોનું સાલ ઓઢાળી પૂર્વ પ્રમુખ તથા મંત્રીઓ તરીકેની સેવાઓ આપનાર તમામનું સાલ તથા બુકે દ્વારા જ્ઞાતિપંચના કારોબારી સભ્યો દ્વારા સન્માન કરવામાં આવ્યું. સ્વાગત પ્રવચન જ્ઞાતિના પ્રમુખ નરેશભાઈ શાહ તથા પ્રવૃત્તિનો અહેવાલ જ્ઞાતિના મંત્રી જગદીશભાઈ શાહ દ્વારા આપવામાં આવેલ હતો. જ્ઞાતિજનોને મહાપ્રસાદ તથા ઈનામ વિતરણના દાતા તરીકે સ્વ.ચીમનલાલ આર.ના પરીવાર દ્વારા કરવામાં આવેલ. ડાયસ ઉપરના મહાનુભાવો ચીમનલાલ શેઠ પરીવારના પંકજભાઈ, વૈભવભાઈ, જશવંતકાકા, હસમુખકાકા તથા વકીલ હિનલભાઈ શાહ, રીકેશભાઈ શેઠ, કેતનભાઈ શાહ દ્વારા પ્રાસંગીક ઉદ્બોધન કરવામાં આવ્યું હતું જ્યારે પણ જ્ઞાતિને પ્રસંગોપાત જરૂર પડે તન-મન-ધનથી મદદ કરવાની ખાતરી આપી હતી. જેને સર્વેએ વધાવી હતી. જ્ઞાતિની બાળાઓ દ્વારા પ્રાર્થના, સ્વાગત તથા નૃત્ય કરવામાં આવેલ. આભારવિધી સહ મંત્રી-દિપકભાઈ શેઠ દ્વારા કરેલ હતી. કાર્યક્રમનું સફળ સંચાલન પ્રફુલભાઈ શાહ રાજેન્દ્રભાઈ શેઠ તથા અશ્વિનભાઈ શાહે કરેલ હતું. અંતે સમગ્ર જ્ઞાતિજનો ભોજન લઈ છુટા પડયા હતા.






