GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL
કાલોલ ના સ્ટેશન રોડ ઉપર વીજ પુરવઠો ખોરવાતા સમારકામ માટે ચડેલ કર્મચારી ને કરંટ લાગતા પોલ પરથી પટકાતા મોત

તારીખ ૦૬/૦૫/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
સોમવારની સાંજે કાલોલ શહેર સહિત સમગ્ર તાલુકામાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને આકાશમાંથી કાળાં ડીબાંગ વાદળો વચ્ચે એકાએક વાવાઝોડા સાથે વરસેલા વરસાદની ઝપટ મા વૃક્ષો અને વાહનો આવી ગયા હતા અને વીજ પુરવઠો પણ બંધ થયો હતો મંગળવારે સવારે કાલોલ એમજીવીસીએલ દ્વારા વીજ પુરવઠો શરૂ કરવાની કામગીરી કરવામાં આવી હતી ત્યારે સ્ટેશન રોડ ઉપર એમજીએસ સ્કૂલના પાછળના ભાગે વીજ પોલ ઉપર ચડેલા કર્મચારી ને કરંટ લાગતા નીચે પટકાયા ગયા હતા અને નજીકમાં આવેલા ખાનગી દવાખાને લઈ જવામાં આવ્યા હતા જ્યા તેઓનું મોત નિપજ્યું હતું વીજ મેન્ટેનન્સ ની કામગીરીમાં કર્મચારી નુ મોત થતા વીજ કર્મચારીઓ માં ભારે શોક વ્યાપ્યો હતો.





