કાલોલ એમજીવીસીએલ કચેરી પાસે ઓછો સ્ટાફ હોવાનાં કારણે વિજ પુરવઠા વગર ભારે પરેશાનીનો સામનો કરવા લોકો મજબૂર.!!

તારીખ/૦૮/૦૫/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ શહેર સહિત સમગ્ર તાલુકામાં સોમવારે સાંજે પોણા સાત વાગ્યાના સુમારે ત્રાટકેલા વાવાઝોડાને કારણે ઠેરઠેર વિજ પુરવઠો ખોરવાયો હતો જેને ચાલુ કરવા એમજીવીસીએલ કચેરી પાસે ઓછો સ્ટાફ હોવાનાં કારણે વિજ પુરવઠા વગર ભારે પરેશાનીનો સામનો કરવા નગર સહિત તાલુકાના લોકો મજબૂર બન્યા છે જેમાં કાલોલ ના વોર્ડ નંબર ચારમાં બોરૂ ટર્નિંગ પાસે નર્મદા કોલોની બાજુમાં આવેલી રાધાકૃષ્ણ સોસાયટીમાં છેલ્લા ત્રણ દિવસથી લાઈટ વીજ પુરવઠો ન હોવાથી રાધાકૃષ્ણ સોસાયટી ના સ્થાનિક રહીશો મોટી સંખ્યામાં કાલોલ એમ જી વી સી એલ કચેરી ખાતે પોહચી કાલોલ એમ જી વી સી એલ કચેરીના ડેપ્યુટી એન્જિનિયર નો સંપર્ક કરી પોતાની સોસાયટી માં વીજ પુરવઠા ની સમસ્યા જણાવી હતી. અને ત્રણ દિવસ થી વીજ પુરવઠો ન હોવાથી આ વિસ્તારમાં પીવાનું પાણી આવી શકતું નથી તેમજ આ વિસ્તારના નાના બાળકોને તેમજ નોકરિયાત વર્ગ ને પારાવાર તકલીફ પડી રહી છે. જેથી ડેપ્યુટી એન્જિનિયર દ્વારા જણાવેલ કે એમ જી વી સી એલ નો સ્ટાફ ઓછો હોવાથી સમયસર કામ થઈ શકતું નથી તેમ જણાવ્યું હતું જ્યારે સ્થાનિકો દ્વારા વહેલી તકે આ સમસ્યા ઉકેલવા રજુઆત કરાઈ હતી બીજી તરફ મળતી માહિતી મુજબ જય નારાયણ સોસાયટીમાં પણ બે દિવસ થી વીજ પુરવઠો બંધ હોવાનો પ્રશ્ન ઉઠ્યો છે ત્યારે કાલોલના અર્બન હેલ્થ સેન્ટર (સરકારી જુના દવાખાના) ખાતે બુધવારે વહેલી સવારના સાડા પાંચ વાગ્યાથી લંગરીયુ ટૂટી જતા મોડી રાત્રે દસ વાગ્યા આજુબાજુ એમ જી વી સી એલ ના કર્મચારીઓની ભારે જહેમત બાદ વીજળી લાઇન સમારકામ હાથ ધરી વીજ પુરવઠો ચાલુ કર્યુ હતું.





