
ફૈઝ ખત્રી…શિનોર
વડોદરા જિલ્લા ના શિનોર તાલુકાના સાધલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ડીસ્ટ્રીકટ હેલ્થ સોસાયટી વડોદરા અને તાલુકા હેલ્થ ઓફીસ શિનોર તેમજ સાધલી ગ્રામ પંચાયત ના સહયોગ થી એસ.એસ.જી. હોસ્પિટલ,બ્લડ બેંક,વડોદરા દ્વારા બ્લડ ડોનેટ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતુ.
તેમજ સાધલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માં મૂકવામાં આવેલ નવી એમ્બ્યુલન્સ નું લીલી ઝંડી આપી સાધલી ગ્રામ પંચાયત ના મહિલા સરપંચ મનીષા બેન પટેલ ના હસ્તે પ્રસ્થાન કરાયું.
આ બ્લડ ડોનેટ કેમ્પ માં ટોટલ ૪૦ યુનિટ બ્લડ એકત્ર કરાયું હતું જેમાં મોટી સંખ્યામાં લોકોએ બ્લડ ડોનેટ કરી માનવતા મહેકાવી હતી.




