કાલોલમા વૈષ્ણવાચાર્ય ના વરદ હસ્તે વલ્લભ દ્વાર નુ અનાવરણ કરવામાં આવ્યું.મોટી સંખ્યામાં વૈષ્ણવો ઉપસ્થિત રહ્યા

તારીખ ૧૨/૦૫/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલના ગોવર્ધનનાથજી પ્રભુ ના ૧૪૮ મા પાટોત્સવ નિમિત્તે પુ. પા. ગૌ ૧૦૮ શ્રી અભિષેકલાલજી મહારાજ (મથુરા-કાલોલ-રાજકોટ) ના માર્ગદર્શન હેઠળ નવાપુરા રોડ વિસ્તારમાં વલ્લભ દ્વાર નુ અનાવરણ કરવામાં આવ્યુ પુ.મહારાજશ્રી તથા નગરના આગેવાનો વૈષ્ણવો દ્વારા રીબીન ની ગાંઠ ઉકેલી ગુલાબની પુષ્પવર્ષા વચ્ચે વલ્લભ દ્વાર ખુલ્લુ મુકાયું આ પ્રસંગે કાલોલ મામલતદાર યોગેન્દ્રસિંહ પુવાર તેમજ નગરપાલિકા પ્રમુખ હસમુખભાઈ મકવાણા કાલોલ શહેર ભાજપ પ્રમુખ કલ્પેશભાઈ પારેખ અને પાલિકાના કાઉન્સિલરો જ્યોત્સનાબેન બેલદાર, ગોપાલભાઈ પંચાલ, પારુલબેન પંચાલ, કેયાબેન શાહ સહિત મોટી સંખ્યામાં વૈષ્ણવો ઉપસ્થિત રહ્યા હતા.વલ્લભ દ્વાર ની ડિઝાઇન મહારાજ શ્રી દ્વારા કરવામાં આવી છે જે રાજસ્થાની મેવાડી ડિઝાઇન છે.જેના મુખ્ય મનોરથી સી આર શેઠ પરિવાર છે.આ પ્રસંગે મહારાજશ્રી એ જણાવ્યું હતું કે કાલોલ વૈષ્ણવ સમાજ દ્વારાસ્થાપવામાં આવેલું આ વલ્લભ દ્વાર વિશ્વમાં સૌથી પહેલું વલ્લભ દ્વાર છે તે કાલોલના માટે ખૂબ જ ગૌરવની લાગણી છે. આ સંપૂણ માર્ગ વલ્લભ દ્વાર માર્ગ ના નામે ઓળખાય છે.








