કેશોદ બૌદ્ધ સમુહ લગ્નોત્સવ સમિતિ દ્વારા સાતમાં સમુહ લગ્નોત્સવ નું આયોજન કરવામાં આવ્યું હતું. કેશોદના આંગણે યોજાયેલાં બૌધ્ધ સમૂહ લગ્નોત્સવમાં ૧૯ નવદંપતિઓ પ્રભુતામાં પગલાં પાડયુ હતા
આ સમુહ લગ્ન બોદ્ધ ધર્મના વિચારો પંચશીલ વિધિ મુજબ અશોકભાઈ શ્રીમાળી અનિલભાઈ પરમાર અને માતા રમાબાઈ મહિલા મંડળ દ્વારા લગ્નવિધિ કરવામાં આવી હતી દ્ધ સમુહ લગ્નોત્સવ સમિતિ આયોજિત સાતમાં સમુહલગ્નમાં સાંજે છ વાગ્યે જાન આગમન થતાં જ સ્વાગત કરવામાં આવ્યું હતું.સમુહ લગ્નોત્સવમાં જોડાયેલ દિકરીઓને સોના ચાંદીના દાગીના, ફર્નીચર, ઘરવપરાશની ચીજવસ્તુઓ અને ઘરવપરાશની ઈલેક્ટ્રોનિક વસ્તુઓ દાતાઓના સહયોગથી આપવામાં આવ્યાં હતી શોદ બૌદ્ધ સમુહ લગ્નોત્સવ સમિતિ આયોજિત સમુહ લગ્નોત્સવમાં નવદંપતિઓ ને આશીર્વાદ આપવા ધારાસભ્ય દેવાભાઈ માલમ જુનાગઢ જીલ્લા ભાજપના પ્રમુખ ચંદુભાઈ મકવાણા તાલુકા પંચાયતના પ્રમુખ ભનુભાઈ ઓડેદરા કેશોદ માર્કેટિંગ યાર્ડના હમીરભાઈ, પુંજાભાઈ બોદર સહિત આગેવાનો હોદેદારો પદાધિકારીઓ દાતાઓ ઉપસ્થિત રહ્યાં હતાં તમામ મહેમાનો નું પુષ્પગુચ્છ આપી શાલ ઓઢાડી સ્વાગત કરવામાં આવ્યું હતું. કેશોદ બૌદ્ધ સમુહ લગ્નોત્સવ સમિતિ આયોજિત સમુહ લગ્નોત્સવમાં સમુહ ભોજન ની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી કેશોદના આંગણે બૌદ્ધ સમુહ લગ્નોત્સવ સમિતિ આયોજિત સાતમાં સમુહ લગ્નોત્સવ ને સફળ બનાવવા સમિતિના સૌ હોદેદારો કાર્યકરો અને માતા રમાબાઈ મહિલા મંડળની બહેનો દ્વારા જહેમત ઉઠાવી હતી..
રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ