
વિજાપુર ગોવિંદપુરા જૂથ પંચાયત હદ વિસ્તાર માં ૧૫ જેટલા કાચા પાકા મકાનો તોડી દબાણ દૂર કરાયો
વાત્સલ્યમ્ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર ગોવિંદપુરા હદ વિસ્તાર માં આવેલ સર્વોદય માઢી આશ્રમ પાસે રહેતા સલાટ અને દેવીપૂજક સમાજ ના લોકો પાકા અને કાચા મકાનો બનાવી સોસાયટી નજીક સરકારી પડતર જગ્યા ઉપર ગેર કાયદેસર બાંધકામ કરી વસવાટ કરેલ હતો. આસપાસ સોસાયટી વિસ્તાર નજીક સરકારી પડતર જગ્યા મા કેટલાક લોકો એ ગેર કાયદેસર દબાણો કર્યા હોવાની જૂથ પંચાયતમા રજૂઆતો આવી હતી. જેના અનુસંધાન મા જૂથ પંચાયત હદ વિસ્તાર માં ગેરકાયદેસર વસવાટ કરી મકાનો બનાવી ૧૫ જેટલા પરીવાર વસવાટ કરતો હતો.જે બનેલા ગેરકાયદેસર મકાનો જૂથ પંચાયત દ્વારા પોલીસ બંદોબસ્ત ગોઠવી તોડી પાડી દૂર કરી જગ્યા ખુલ્લી કરવા મા આવી હતી. આ અંગે વસવાટ કરતા ગરીબ વર્ણ ના લોકોએ જણાવ્યું હતુ કે અમારા બાળકો અને દીકરીઓ ધોરણ ૧૨ મા અભ્યાસ કરે છે તો કેટલીક દીકરી ગ્રેજ્યુસન કરે છે. અમારા બાળકો ની છત છીનવાઈ જતા અમો હાલ જઈએ તો ક્યાં જઈએ બાળકો ના આગળ ના અભ્યાસની તૈયારી ઓ ચાલુ હોવાથી તેમનો અભ્યાસ ઉપર અસર પડી રહી છે. સરકાર ની બેટી પઢાવો બેટી બચાવો ઓનું સૂત્ર આજે અમારી દીકરીઓ ના માથે થી છીનવી લઈ સૂત્ર ને ના કામ બનાવ્યો છે. અમો અમારા બાળકો ને સારી પરવરીશ કરી શકીએ તે માટે વૈકલ્પીક વ્યવસ્થા કરી આપે તેવી અમારી માંગ છે. જૂથ પંચાયત ના તલાટી કમ મંત્રી દિલીપ ભાઈ પટેલ ના જણાવ્યા મુજબ જૂથ પંચાયત હદ વિસ્તાર આવેલ સરકારી જગ્યા મા ગેરકાયદેસર બાંધકામ કરી કાચા પાકા મકાનો બનાવી ને દેવીપૂજક સલાટ લોકોએ વસવાટ કરેલ જે આસપાસ સોસાયટી વિસ્તાર સહીત ના લોકોની રજૂઆત ને લઈ પંચાયત મા ગેરકાયદેસર દબાણો દૂર કરવા નો ઠરાવ કરી સરકારી પડતર જગ્યા પોલીસ બંદોબસ્ત સાથે ખુલ્લી કરવા મા આવી છે. જેમાં ૧૨ મકાનો સહિત 3 કાચા પાકા મકાનો સાથે કુલ ૧૫ મકાનો તોડી પાડી દબાણો દૂર કરવા મા આવ્યા છે. જોકે એક તરફ કુદરત વરસાદ વરસાવે છે તો બીજી વખત સખ્ત ગરમી નો માહોલ સર્જાઇ રહ્યો છે. તે વચ્ચે ગરીબ વર્ણ ના દેવી પૂજક સલાટ સમાજ આજે મકાનો તોડી પાડયા બાદ કારમી ગરમી અને વરસાદ જેવા માહોલ થી બચવા જાયે તો કાંહા જાયે જેવી પરિસ્થિતિ મા લોકો મૂકાઈ ગયા છે. સરકાર તેમને વૈકલ્પીક વ્યવસ્થા કરી આપે તેવી યાચના સાથે લોકો રાહ જોઇ રહ્યાં છે.





