BHUJKUTCH

ભુજમાં રાષ્ટ્રીય પક્ષી મોરની જોડીને બંધક બનાવવાના કેસમાં આર.એફ.ઓ.ધવલ દેસાઈની કાર્યવાહી શંકાસ્પદ

આર.એફ.ઓ.દેસાઈ રાષ્ટ્રીય પક્ષીને પાંજરે પુરનારા આરોપીઓને આડકતરી રીતે બચાવતા હોય તેવું વર્તન સામે આવ્યું

ભુજ : શહેરના એક નામીચા આર.ટી.ઓ. એજન્ટના ફાર્મ હાઉસમાં રાષ્ટ્રીય પક્ષી મોર અને ઢેલને પાંજરે પુરાયા હોવાની બાતમીના આધારે વનવિભાગ દ્વારા કેસ દાખલ કરવામાં આવ્યો છે. જો કે કચ્છ ફોરેસ્ટ વિભાગ દ્વારા અતિગંભીર એવી આ ઘટના બાબતે પ્રેસનોટ જાહેર કરવામાં આવી નથી.

વિશ્વસનીય સૂત્રોમાંથી આ ઘટનાની જાણ થતાં જ્યારે વાત્સલ્યમ સમાચારની ટીમે જવાબદાર અધિકારી ધવલ દેસાઈનો ટેલીફોનીક સંપર્ક સાધવાનો પ્રયત્ન કરવામાં આવ્યો ત્યારે ફોનની રીંગ રણકતી રહી હતી અને ત્યારબાદ જવાબદેહી થી બચવા ધવલ દેસાઈએ ફોન જ સ્વીચ ઓફ કરી દેવામાં આવ્યો હતો. એટલું જ નહિ ડીસીએફ યુવરાજસિંહ દ્વારા ધવલ દેસાઈને ઘટના અંગે મીડિયાને માહિતગાર કરવા સુચના અપાઈ જે હુકમને પણ દેસાઈ ઘોળીને પી ગયો હતો.

આર એફ ઓ દેસાઈ દ્વારા આરોપીઓના નામ, ફોટા, ઘટના વિશેની અન્ય માહિતી છૂપાવી આરોપીઓને છાવરવા માંગતા હોય તેવા વર્તનથી આ સમગ્ર ઘટનાને જાણકારો શંકાની નજરે જોઈ રહ્યા છે, તો બીજીબાજુ આગામી સમયે વનવિભાગના ઉચ્ચ અધિકારી દ્વારા સઘન તપાસ કરવામાં આવે તો મોટા ઘટસ્ફોટ થાય અને ફોરેસ્ટના ભ્રષ્ટ અધિકારીને રેલો આવે તો પણ નવાઈ નહિ.

Back to top button
error: Content is protected !!