GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL
કાલોલ તિરંગા સર્કલ પાસે રાહદારીને ટ્રક ચાલકે અડફેટે લેતા જમણો પગ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો.
તારીખ ૧૪/૦૫/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ મામલતદાર કચેરી સામેના તિરંગા સર્કલ પાસે ચાલતા જતા ઈસમને ટ્રક નં આરજે ૨૦ જીસી ૦૨૮૫ ના ચાલકે પાછલા વ્હીલમાં અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો જેના પરિણામે રાહદારીનો જમણો પગ છુંદાઈ ગયો હતો અને અરેરાટી ભર્યા દૃશ્યો સર્જાયા હતા અકસ્માત સ્થળે લોક ટોળા એકત્ર થયા હતા ૧૦૮ ને જાણ કરતા ૧૦૮ ઘટના સ્થળે પહોંચી હતી અને ઇજાગ્રસ્તને સારવાર માટે કાલોલ રેફરલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.