વટલાવ ગામે લગ્નના વરઘોડામાં નજીવી બાબતે મારામારી કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા ફરિયાદ
તારીખ ૧૫/૦૫/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
વેજલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ વટલાવ ગામમાં દિલીપભાઈ મોહનભાઈ પરમાર ના પુત્ર ના લગ્ન પ્રસંગે બુધવારના રોજ સાંજના વરઘોડો નીકળેલ જે વરઘોડામાં ફરિયાદી દિલીપભાઈ સાથે અન્ય લોકો સાથે નિલેશભાઈ રતિલાલ પરમાર પણ નાચતા હતા. આ દરમિયાન ડીજે આગળ જતું રહેતા ફરિયાદીએ ડીજે પાછું લાવો તેમ કહેવા જતા ડીજેના ડ્રાઈવરે જણાવેલ કે નિલેશભાઈએ ડીજે આગળ લઈ જવાનું કહ્યું છે અને પાછળ લેવાની ના પાડે છે જેથી ફરિયાદી દિલીપભાઈએ નિલેશભાઈ ને જણાવેલ કે તુ ડીજે પાછું લેવાની કેમ ના પાડે છે? તેમ જણાવતા નિલેશ ઉશ્કેરાઈ ગયો હતો અને ફરિયાદીને બે-ત્રણ લાફા મારી દીધા હતા આ દરમિયાન સરપંચ આવી પહોંચતા સરપંચે તેને આવું ન કરવા કહેતા સરપંચ નો કોલર પકડી બન્ને ને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી સમગ્ર મામલે સરપંચે ૧૦૦ નંબર પર જાણ કરતા પોલીસ આવી પહોંચી હતી અને ત્યારબાદ આજરોજ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરેલ.