ચોટીલાના નાના કાંધાસર ખાતે નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ અંતર્ગત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે પાંચ દિવસીય પ્રાકૃતિક કૃષિની તાલીમ યોજાઈ
તા.17/05/2025/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લામાં આત્મા પ્રોજેક્ટ અને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર નાના કાંધાસરના સંયુક્ત ઉપક્રમે નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ અંતર્ગત તા.૧૩ મે થી પાંચ દિવસીય પ્રાકૃતિક કૃષિની તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિવિધ વિષયોને આવરી લઈ ૫૫ જેટલા કૃષિ સખી/ કોમ્યુનિટી રિસોર્સ પર્સનને તાલીમ આપવામાં આવી હતી કોમ્યુનિટી રિસોર્સ પર્સન(ભાઈઓ) દ્વારા ત્રણ ગ્રામ પંચાયતોના ક્લસ્ટરમાં પ્રાકૃતિક કૃષિ માટે માર્ગદર્શન આપવામાં આવે છે જેના ભાગરૂપે ચોટીલા તાલુકાનાં નાના કાંધાસર ગામ સ્થિત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ અંતર્ગત કોમ્યુનિટી રિસોર્સ પર્સનને કૃષિ યુનિવર્સિટીના વિષય નિષ્ણાંતો, ખેતીવાડી, બાગાયત ખાતાના અધિકારીશ્રીઓ દ્વારા પ્રાકૃતિક કૃષિ બાબતે તાંત્રિક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ તકે આત્મા પ્રોજેક્ટ ડાયરેકટર ભરત પટેલે જણાવ્યું હતું કે, આ પાંચ દિવસીય તાલીમ કાર્યક્રમ દરમિયાન બે દિવસ ઓન ફાર્મ તાલીમ દ્વારા કોમ્યુનિટી રિસોર્સ પર્સનને બાયો ઈનપુટ બનાવવા બાબતે પ્રાયોગિક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેમજ વિવિધ પાકો સાથેના પંચ સ્તરીય મોડેલ ફાર્મ બનાવવાની પ્રાયોગિક તાલીમ પણ આપવામાં આવી હતી વધુમાં, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર કાંધાસર પાસેના ભીમગઢ ગામે મનસુખભાઈ ગોહિલના ફાર્મ પર BRB યુનિટ અને સાયલા ખાતેના દિનેશભાઈ સોનાગરાના ઝીરો ટીલેજ સાથે વિકસાવેલા પંચસ્તરીય પ્રાકૃતિક કૃષિ મોડેલ ફાર્મ પર પ્રાયોગિક તાલીમ આપવામાં આવી હતી.