કાંકરેજ તાલુકાના દેવ કંબોઈ ખાતે શ્રી જાગીરદાર રાજપૂત સમાજનો છઠ્ઠો સમૂહલગ્ન-૨૦૨૫ યોજાયો..
કાંકરેજ તાલુકાના દેવ કંબોઈ ખાતે શ્રી જાગીરદાર રાજપૂત સમાજનો છઠ્ઠો સમૂહલગ્ન-૨૦૨૫ યોજાયો..

કાંકરેજ તાલુકાના દેવ કંબોઈ ખાતે શ્રી જાગીરદાર રાજપૂત સમાજનો છઠ્ઠો સમૂહલગ્ન-૨૦૨૫ યોજાયો..
કાંકરેજ તાલુકાના દેવ કંબોઈ ગામનની પાવન ભુમીમાં શ્રી ખોડિયાર સમુહલગ્ન સેવા સમિતિ,સોલંકી પરિવાર કુંપાણી પાટી દ્વારા શ્રી જાગીરદાર રાજપૂત સમાજનો વૈશાખવદ -૬ ને રવિવાર તા.૧૮/૦૫/૨૦૨૫ ના રોજ યોજાયેલ છઠ્ઠો સમુહ લગ્નોત્સમાં ૧૬ નવયુગલોએ ભૂદેવોના મુખારવિંદે શાસ્ત્રોક્ત વિધિવિધાનથી મંત્રોચ્ચાંર સાથે પ્રભુતામાં પગલાં પડ્યા ત્યારે કંબોઈ જુનાડેમ હનુમાન મંદિરના મહંતશ્રી નાગેશ્વરબાપુ,વાવ સ્ટેટ રાજવી રાણા ગજેન્દ્રસિંહજી રાજેન્દ્રસિંહજી, બ.કાં.જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહજી વાઘેલા, કાંકરેજ ધારાસભ્ય અમરતજી ઠાકોર,મૂળસિંહ ડાભી (નિવૃત ગુજરાત પોલીસ આઈ. બી.),પાટણ જિલ્લા ખ.વે.સંઘ ના ચેરમેન કરશનજી જાડેજા, બ.કાં.જિલ્લા ભાજપ પૂર્વ મહામંત્રી ભારતસિંહજી ભટેસરિયા, કાંકરેજ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખગોપાળસિંહજી સોલંકી સહીત અન્ય રાજકીય આગેવાનો ઉપસ્થિત રહી નવદંપતિઓને આશીર્વાદ આપ્યા હતા.શ્રી ખોડિયાર સમૂહલગ્ન સેવા સમિતિ દ્વારા કરિયાવરની તમામ પ્રકારની ઘરવપરાશની ચીજ વસ્તુઓ ભેટ આપેલ જયારે અમરસિંહ એમ. સોલંકી અરણીવાડા, રાજુભા પી.સોલંકી હઠાણીપાટી, સોવનજી એમ. સોલંકી અદાણી પાટી સહીત સમાજના દરેક અગ્રણીઓએ રોકડ અનુદાન તથા ભેટ સોદગો આપી સહભાગી થયા હતા.મુખ્ય મહેમાનો,અતિથિ વિશેષ, આમંત્રિત મહેમાનો,દાનવીર દાતાઓને આયોજકો દ્વારા ફૂલહાર પહેરાવી શાલ ઓઢાડી સન્માન કર્યું હતું.
નટવર કે. પ્રજાપતિ,થરા
મો.99795 21530



