GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL
કાલોલમાં સ્વચ્છતા ઝુંબેશ કાગળ પર, વોર્ડ નં ૨ અને ૩ માં ગંદકીનું સામ્રાજ્ય, ઠેર-ઠેર કચરો, ઉભરાતી ગટરોથી ત્રસ્ત સ્થાનિક લોકોએ વ્યક્ત કર્યો આક્રોશ

તારીખ ૧૯/૦૫/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ શહેર ગંદકીનું શહેર બની ગયુ છે. એક તરફ સમગ્ર દેશભરમાં સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવી રહ્યા છે પરંતુ કાલોલ નગરપાલિકાને દૂર દૂર સુધી સ્વચ્છતા સાથે કંઈ લેવા દેવા જ ન હોય તેમ શહેરમાં જ્યાં જુઓ ત્યાં બસ ગંદકી અને ઉભરાતી ગટરો જ જોવા મળે છે. લોકો નગરપાલિકાના ચૂંટાયેલા વૉર્ડ નં ૨ અને ૩ ના નવા કોર્પોરેટરો સામે રોષ વ્યક્ત કરી રહ્યા છે. સ્થાનિકો આ ગંદકીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. કાલોલના વિવિધ વિસ્તારોમાં એટલી ગંદકી ફેલાઈ છે કે રસ્તામાં ગંદકી છે કે પછી ગંદકીમાં રસ્તો એ જ ખબર નથી પડતી.ગંદકી વચ્ચે શહેરમાં અનેક પ્રકારના રોગચાળાએ માથું ઉંચક્યું છે.







