BHARUCHNETRANG

નેત્રંગ તાલુકા નું અંતરીયાળ ગામ દુ.ફિચવાડા થી ખરેઠા ને જોડતો માર્ગ નું ખાતમુહૂર્ત ધારાસભ્યના હસ્તે કરવામાં આવ્યું.

 

 

બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ

પત્રકાર પ્રતિનિધિ

 

નેત્રંગ તાલુકા નું અંતરીયાળ ગામ દુ.ફિચવાડા થી ખરેઠા ને જોડતો માર્ગ ૧૨ કિલોમીટર એટલે ફિચવાડા થી વાલપોર ગાલીબા કુંડ થયને ખરેઠા ફરીને જવું પડતું હોય તે માર્ગ ની રજૂઆત ગ્રામજનો દ્વારા ઝગડિયા વિધાનસભા નાં ધારાસભ્ય રિતેશભાઈ વસાવા ને કરતાં ફિચવાડા થી ડાયરેક્ટ ખરેઠા જવાનાં ૨.૫૦ કિલોમીટર નાં માર્ગ નું ખાતમુહૂર્ત ધારાસભ્ય રિતેશભાઈ વસાવા નાં વરદ હસ્તે કરવામાં આવતાં સમગ્ર દુ.ફિચવાડા તથાં ખરેઠા નાં લોકોમાં આનંદ ની લાગણી ફેલાઈ જવા પામી છે.

 

આ ગ્રામ જનો નાં જણાવ્યા અનુસાર આ માર્ગ બનવાથી બાળકો ને સ્કૂલ જવા કોઈપણ ઈમરજન્સી વાહન માટે બેંક માં જવા માટે અથવા ગ્રામ પંચાયત ઓફિસ નાં અવરજવર માટે આ માર્ગ વધુમાં વધુ ઉપયોગી બનશે જેથી તમાંમ ગ્રામજનોએ ધારાસભ્ય નો આભાર વ્યક્ત કર્યો.

 

આ પ્રસંગે ધારાસભ્ય રિતેશભાઈ વસાવા, નેત્રંગ તાલુકા પંચાયત પ્રમુખ વસુધાબેન મનોજભાઈ વસાવા, મહામંત્રી રવેશભાઈ વસાવા, સહિત તાલુકા પંચાયતના ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને આગેવાનો ઉપસ્થિત ર

હ્યા હતા.

Back to top button
error: Content is protected !!