Navsari; પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ માટે નવસારી મહાનગરપાલિકા દ્વારા કડક નિયમો 1 જૂન 2025થી અમલમાં આવશે..
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
નવસારી મહાનગરપાલિકાનું મહત્વપૂર્ણ પગલું..નવસારી શહેરમાં સફાઈ, આરોગ્ય અને પર્યાવરણ જાળવવા માટે પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ બાયલોઝ (Plastic Waste Management Byelaws) જાહેર કરવામાં આવ્યા છે, જે મુજબ પ્લાસ્ટિક વપરાશ, નિવારણ અને સંભાળ અંગે અનેક કડક અને ચોક્કસ નિયમો અમલમાં મૂકવામાં આવ્યા છે.
મહાનગરપાલિકા વિસ્તારની અંદર હવે દરેક નાગરિક, હોટેલ, રેસ્ટોરન્ટ, શોપિંગ મોલ, શાળા, હોસ્પિટલ, ફૂટપાથ વેંચાણકર્તા, રીટેલર અને પ્લાસ્ટિક ઉત્પાદકો માટે ચોક્કસ જવાબદારીઓ નક્કી કરવામાં આવી છે.
વિશેષત્વો હેઠળના મુખ્ય નિયમો આ મુજબ છે:
એક વખત ઉપયોગમાં આવતી પ્લાસ્ટિક વસ્તુઓ (જેમ કે કપ, પ્લેટ, થાળી, ચમચી, થર્મોકોલ, સ્ટ્રો, બેનર વગેરે) ઉપર
સંપૂર્ણ પ્રતિબંધ.
પ્લાસ્ટિક કેરી બેગ હવે મિનિમમ 120 માઈક્રોન જાડાઈ ધરાવતી હોવી ફરજિયાત છે.
રીસાયકલ પાસ્ટિકમાંથી બનેલી કેરી બેગનો ઉપયોગ ખાદ્ય પદાર્થોના પેકિંગ માટે નહિ થાય.
દરેક સ્ટ્રીટ વેન્ડર, હોટેલ, રેસ્ટોરન્ટ અને રીટેલર્સ માટે મહાનગરપાલિકા પાસે નોંધણી ફરજિયાત છે.
જવાબદારી અને દંડની જોગવાઈ:
પ્લાસ્ટિક કચરો અલગથી એકત્ર કરવો અને પાલિકા દ્વારા નિર્ધારિત કેન્દ્રો પર જ આપવો ફરજિયાત છે.
પ્લાસ્ટિક કચરો જાહેર સ્થળે ફેંકવો, બળત કરવો કે ગેરરીતે વહેંચવું કાયદેસર ગુનો માનવામાં આવશે.
નિયમોનું ઉલ્લંઘન કરનારા વ્યક્તિગત માટે ₹૫૦૦ અને સંસ્થાઓ માટે ₹૫,૦૦૦ એમ ગુના અનુસાર વધુ કે ઓછું હોઈ
શકે છે, તે મુજબ અલગ અલગ પ્રકારે દંડ વસૂલવામાં આવી શકે છે.
પેટ/પિટ બોટલ માટે બાયબેક ડિપોઝિટ સિસ્ટમ લાગુ પડી છે, જેમાં વેચાણ વખતે ચોક્કસ રકમ વસૂલવામાં આવીને પાછા લાવવામાં આવશે.
અગત્યની માહિતી:
દરેક પ્લાસ્ટિક બેગ અને પેકેજિંગ ઉપર ઉત્પાદકનું નામ, નોંધણી નંબર અને રીસાયક્લેબલ/કમ્પોસ્ટેબલ હોવાનું ઉલ્લેખ ફરજિયાત છે.
ભંગારી/કબાડીવાળાઓને પણ રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે અને માસિક હિસાબ આપવા પડશે. મહાનગરપાલિકા દ્વારા જાગૃતિ અભિયાન, શાળાઓમાં માહિતી કાર્યક્રમો અને વર્કશોપ પણ ચલાવવામાં આવશે.
નવસારી મહાનગરપાલિકા દ્વારા આ નિયમોનું પાલન કરવા અનુરોધ કરવામાં આવ્યો છે અને “નવસારીને પ્લાસ્ટિક મુક્ત અને સ્વચ્છ શહેર બનાવવા માટે આપણે સૌની ભાગીદારી જરૂરી છે. જેથી ચુસ્તપણે જાહેરનામું પાલન કરવા સૌ નાગરિકોની જવાબદારી અને ફરજ બને છે
*વધુ માહિતી માટે Public Health Bye-laws 2025 ની કોપી પણ પ્રેસ મારફત જાહેર કરવામાં આવેલ છે.
*આ અંગે નવસારીની જનતાના સુઝાવો અને સલાહ સૂચનો પણ આવકાર્ય છે જે તમે આવનાર 7 દિવસમાં ઈમેલ મારફત mc-nmc@gujarat.gov.in અથવા સોશિયલ મીડિયા મારફતે જણાવી શકો છો. આરોગ્ય વિભાગ નવસારી મહાનગરપાલિકા