GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: ગત વર્ષ કરતાં ૧૩૨ ટકા વધારે મહેસુલ આવક પ્રાપ્ત કરતી ભુસ્તરવિજ્ઞાન અને ખનિજ કચેરી

તા.૨૦/૫/૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

બિન અધિકૃત ખનીજ ખનનના ૨૮૮ કેસોમાં રૂ.૫ કરોડથી વધુની આવક

Rajkot: ભુસ્તરવિજ્ઞાન અને ખનિજ કચેરી-રાજકોટ ટીમ દ્વારા નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ અન્વયે રૂ.૧૬.૭૨ કરોડની આવક કરી ગત વર્ષની સરખામણીએ કુલ ૧૩૨ ટકા વધાુ મહેસુલી આવક મેળવાાઇ છે. ગત નાણાંકીય વર્ષમાં રોયલ્ટી તેમજ અન્ય ઓનલાઈન આવક પેટે કુલ રૂ.૧૨.૬૯ કરોડની આવક થઇ હતી.

આ ઉપરાંત, ધી ગુજરાત મિનરલ્સ (પ્રિવેન્શન ઓફ ઈલીગલ માઈનીંગ, ટ્રાન્સપોર્ટેશન એન્ડ સ્ટોરેજ) રૂલ્સ ૨૦૧૭ મુજબ બિન અધિકૃત ખનીજ વહન, ખનન, સંગ્રહ અન્વયે નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ માં કુલ ૨૩૮ કેસોમાં રૂ.૩.૭૭ કરોડની આવકની સાપેક્ષે નાણાકીય વર્ષ-૨૦૨૪-૨૫ અન્વયે કુલ ૨૮૮ કેસોમાં રૂ.૫.૦૨ કરોડની આવક થઈ છે.

વધુમાં નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ પર્યાવરણીય નુકશાન પેટેના ડિસ્ટ્રીક્ટ મિનરલ ફાઉન્ડેશનમાં કુલ રૂ.૧.૭૨ કરોડની આવકની સાપેક્ષે નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ અન્વયે કુલ રૂ.૨.૨૪ કરોડની આવક થઈ છે.

આમ, નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ માં કુલ રૂ.૧૬.૫૦ કરોડની આવકની સાપેક્ષે નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ અન્વયે કુલ રૂ.૨૧.૭૫ કરોડની આવક થઈ છે. જે ગત વર્ષની સાપેક્ષે ૧૩૨% વધુ મહેસુલી આવક પ્રાપ્ત કરવામાં આવી છે.

રાજકોટ જીલ્લા કલેક્ટર અને ડીસ્ટ્રીક્ટ મેજીસ્ટ્રેટશ્રી પ્રભવ જોષીના નેતૃત્વમાં અને ભુસ્તરશાસ્ત્રીશ્રી અંકિત ડી. ભટ્ટના માર્ગદર્શન હેઠળ ટીમ દ્વારા આ કામગીરી કરાઈ હતી.

Back to top button
error: Content is protected !!