GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીના બિલિયા ગામે રહેણાંક મકાનમાં જુગાર રમતા ૭ ઈસમો ઝડપાયા

 

MORBI:મોરબીના બિલિયા ગામે રહેણાંક મકાનમાં જુગાર રમતા ૭ ઈસમો ઝડપાયા

 

 

મોરબી તાલુકાના બીલીયા ગામે રહેણાક મકાનમાં જુગાર રમતા હોવાની બાતમી હતી જેના આધારે રેડ કરી હતી ત્યારે સાત ઇસમો ૩,૩૮,૬૦૦ ની રોકડ સહિતના મુદામાલ સાથે ઝડપાયા હતા

મોરબીના એસપી રાહુલ ત્રિપાઠીના માર્ગદર્શન હેઠળ નાયબ પોલીસ અધિક્ષક પી.એ.ઝાલાની સૂચના મુજબ તાલુકા પીઆઇ એસ.કે.ચારેલ અને ટીમ કામ કરી રહી છે તેવામાં મહેન્દ્રસિંહ ભુપતસિંહ ચુડાસમા તથા ભગીરથભાઇ દાદભાઈ લોખીલને મળેલ બાતમી હક્કીત આધારે જુગારની રેઇડ કરી હતી ત્યારે મોરબી તાલુકાના બીલીયા ગામે ભરતભાઇ રૂગ્નાથભાઇ પટેલના રહેણાક મકાનમાં જુગાર રમતા સાત શખ્સો મળી આવ્યા હતા જેમાં ભરતભાઇ રૂગનાથભાઇ પટેલ રહે બિલિયા, મનસુખભાઇ હરખાભાઇ પટેલ રહે. રવાપર રોડ દપર્ણ સોસાયટી ફલેટ નંબર ૩૦૨ મોરબી, પુનીતભાઈ માવજીભાઇ પટેલ રહે. કન્યા છાત્રાલય રોડ રૂષીકેશ એપાર્ટમેન્ટ ફલેટ ૧૦૧ મોરબી, જયેશભાઇ કાનજીભાઇ પટેલ રહે. પંચાસર રોડ પ્રમુખ સ્વામી સોસાયટી મોરબી, કૌશીકભાઇ દેવજીભાઇ રહે. બીલીયા, કપીલભાઇ પ્રહલાદભાઇ પટેલ રહે. બીલીયા અને જયેશભાઇ વનજીભાઇ પટેલ રહે. વાવડી મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે રોકડ ૩,૩૮,૬૦૦, બે મોબાઇલ જેની કિંમત ૧૦,૦૦૦ આમ કૂલ ૩,૪૮,૬૦૦ ના મુદ્દામાલ સાથે પકડીને મોરબી તાલુકા પોલીસ સ્ટેશને ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી કરી હતી.

Back to top button
error: Content is protected !!