GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL
કાલોલ હેલ્થ કચેરીના રેફરલ હોસ્પિટલ ખાતે તાલુકા હેલ્થ ઓફીસર ડો.મીનેશ દોશી ધ્વારા રક્તદાન કેમ્પનું સફળ આયોજન

તારીખ ૨૫/૦૫/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકાની સગર્ભા બહેનોનો,જરૂરિયાતમંદ દર્દીઓને યોગ્ય સમયે લોહી મળી રહે તે માટે મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી જીલ્લા પંચાયત પંચમહાલ ગોધરા ના માર્ગદર્શન હેઠળ તારીખ ૨૫/૦૪/૨૦૨૫ ને શુક્રવારના રોજ તાલુકા હેલ્થ કચેરી કાલોલ ના રેફરલ હોસ્પિટલ કાલોલ ખાતે તાલુકા હેલ્થ ઓફીસર ડો.મીનેશ.વી.દોશી ધ્વારા રક્તદાન કેમ્પનુ આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં સદર કેમ્પમાં તાલુકા હેલ્થ ઓફીસ કાલોલ હસ્તકના સી.એસ.સી કાલોલ તથા પ્રા.આ.કેન્દ્રનાં સ્ટાફ જેવા કે મેડીકલ ઓફિસર, લેબ.ટેક ફાર્માસિસ્ટ, સી.એચ.ઓ મ.પ.હે.સુ, મ.પ.હે.વ, ફી.હે.વ,આશા વિગેરેએ પોતે રક્તદાન કરીને અને રક્તદાતાઓને લાવીને સદરહુ કેમ્પમાં ૭૦ યુનિટ રક્ત એકત્રિત કરાવીને કેમ્પને સફળ બનાવેલ હતો. અંતે આરોગ્ય વિભાગ દ્વારા તમામ રક્તદાતાઓનો આભાર વ્યક્ત કર્યો હતો.





