
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી-બિમલભાઈ માંકડ-ભુજ કચ્છ.
ઊર્જા, પરિવહન અને બંદર વિકાસને લગતા મહત્વના પ્રોજેક્ટસ થકી કચ્છ સહિત ગુજરાતના વિકાસને મળશે નવી ગતિ.
ભુજ, તા-21 મે : ભુજ ખાતે તા.૨૬મી મેના ભુજ-મિરઝાપર રોડ પર યોજાનારા કાર્યક્રમમાં વડાપ્રધાનશ્રી રૂ.૫૨,૯૫૩ કરોડના કુલ ૩૧ વિકાસકામોની ગુજરાતને ભેટ આપશે. કચ્છ, મોરબી, જામનગર, અમરેલી, જુનાગઢ, ગીર-સોમનાથ, અમદાવાદ, તાપી તથા મહીસાગર જિલ્લાને સમાવતા વિકાસકામોનું વડાપ્રધાનશ્રીના હસ્તે ઇ-લોકાર્પણ તથા ઇ-ખાતમૂહુર્ત કરાશે. જેમાં રૂ.૨૨૯૨ કરોડના ૧૭ કામોનું લોકાર્પણ તથા રૂ.૫૦,૬૬૧ કરોડના ૧૪ કામોનું ખાતમુહૂર્તનો સમાવેશ થાય છે.લોકાર્પણ થનારા કામો ખોલશે બંદર, પરિવહન અને પાણી પૂરવઠા ક્ષેત્રે પ્રગતિના દ્વાર એનર્જી એન્ડ પેટ્રોકેમીકલ વિભાગના ૭ કામોનું લોકાર્પણ કરવામાં આવશે. જેમાં વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી દ્વારા જામનગર જિલ્લાના રૂ.૧૨૫ કરોડના ૨૨૦/૬૬ કે.વી બબરજર સબસ્ટેશન, રૂ.૭૫ કરોડના ખર્ચે ૧૩૨/૬૬ કેવી કનસુમરા સબસ્ટેશન, બબરજરના રૂ.૮૮૭ કરોડના ૨૧૦ મેગાવોટનો ગર્વમેન્ટ વેસ્ટ લેન્ડ સોલાર પીવી પ્રોજેકટનો સમાવેશ થાય છે. જ્યારે અમરેલી, જુનાગઢ, ગીર સોમનાથની રૂ.૪૬ કરોડના ખર્ચની ૬૬ કે.વી HTLS ટ્રાન્સમીશન લાઇન, મોરબી જિલ્લામાં જાંબુડીયા-વીડીનો રૂ. ૬૯ કરોડના ખર્ચનો ૧૧ મેગાવોટનો ગર્વમેન્ટ વેસ્ટ લેન્ડ સોલાર પીવી પ્રોજેકટ, તેમજ કચ્છ જિલ્લામાં રૂ.૫૮ કરોડના ખર્ચે મંજલ પાસે બનેલ ૧૦ મેગાવોટનો ગર્વમેન્ટ વેસ્ટ લેન્ડ સોલાર પીવી પ્રોજેકટ તથા લાકડીયા પાસે બનેલા રૂ.૨૦૯ કરોડના ૩૫ મેગાવોટનો ગર્વમેન્ટ વેસ્ટ લેન્ડ સોલાર પીવી પ્રોજેકટનું લોકાર્પણ કરાશે. જ્યારે માર્ગ-મકાન વિભાગના કચ્છના રૂ.૫૫ કરોડના ખર્ચે બનેલા લાયજા-મોટા થી કોઠારા વાયા લઠેડી (કોસ્ટલ હાઇવે) તથા રૂ.૫૦ કરોડના ખર્ચ બનેલા હોડકો-ધોરડો ટેન્ટ સીટી રોડનું લોકાર્પણ કરાશે.પાવરગ્રીડ વિભાગના રૂ.૧૮૬ કરોડના ખર્ચે ૪૦૦ ડીસી લાઇનના આકાર પામેલા બનાસકાંઠા-સંખારી ટ્રાન્સમિશન પ્રોજેકટ ઉપરાંત દિનદયાળ પોર્ટ ઓથોરીટી(કંડલા)ના ૭ કામોનું લોકાર્પણ કરવામાં આવશે. જેમાં રૂ.૨૨૬ કરોડના ખર્ચે જુના કંડલા ખાતે બનેલ ૮ નંબરની ઓઇલ જેટી, રૂ. ૭૭ કરોડના ખર્ચે સ્ટોરેજ ગોડાઉન, રૂ. ૭૫ કરોડના ખર્ચે આદિપુર થી કાર્ગો બર્થ ૧૬ થી NH 141ને જોડતો વધારાનો રોડ, રૂ.૧૦૦ કરોડના ખર્ચે EXIM કાર્ગોના સંગ્રહ માટે પોર્ટક્ષેત્રના વિસ્તરણનું કામ, રૂ. ૪૧ કરોડના ખર્ચે તુણા – ટેકરામાં કન્ટેનર ટર્મિનલ માટે કનેકટીવીટી માટે કરાયેલી કામગીરી, રૂ.૬.૫ કરોડના ખર્ચે ગોપાલપુરી પોર્ટ કોલોનીમાં બનાવેલા ક્વાર્ટસ તેમજ રૂ.૬.૫ કરોડના ખર્ચે ગાંધીધામ ડીપીએ વહીવટી ઓફીસ ખાતે સેન્ટર ઓફ એક્સલન્સનું લોકાર્પણ કરાશે. આમ, કુલ રૂ.૨૨૯૨ કરોડના ૧૭ કામોનું ઇ-લોકાર્પણ કરાશે.વિવિધ પ્રોજેકટના ખાતમૂહૂર્ત થકી ઉર્જા અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મળશે નવી દિશા વડાપ્રધાનશ્રી આ કાર્યક્રમ દરમિયાન રૂ.૫૦,૬૬૧ કરોડના ૧૪ કામોનું ઇ-ખાતમુહૂર્ત કરશે. જેમાં પાવરગ્રીડના બે કામનો સમાવેશ થાય છે. રૂ. ૩૫૦૦૦ કરોડના ખર્ચે ૮૦૦ કેવી હાઈ વોલ્ટેજ ડાયરેકટર કરન્ટ લાઇન (HVDC) આર.ઇ પાર્ક, ખાવડા થી નાગપુર જશે, તેમજ આર.ઇ પાર્ક ખાતે ૬૦૦૦ મેગાવોટનું ટર્મિનલ સ્ટેશન બનાવવામાં આવશે. જ્યારે રૂ.૪૨૦૦ કરોડના પ્રોજેકટમાં ૭૬૫ કે.વી ની આર.ઇ પાર્ક ખાવડાથી પાવરગ્રીડ વટામણ અને ન્યુ નવસારી સબસ્ટેશન સુધી ટ્રાન્સમિશન લાઇન, ઉપરાંત વટામણ ખાતે ૭૬૫ કે.વી સબ સ્ટેશન બનશે. એનર્જી એન્ડ પેટ્રોકેમીકલ વિભાગના ૬ પ્રોજેકટનો સમાવેશ થાય છે. જેમાં કચ્છમાં ૩૫૦ કરોડના ખર્ચે ૪૦૦/૨૨૦ કે.વી મેવાસા સબસ્ટેશન, રૂ.૩૯૦ કરોડના ખર્ચે અમદાવાદના ૪૦૦/૨૦૦ કે.વી ધોલેરા સબસ્ટેશન, રૂ. ૮૮૫૦ કરોડના ખર્ચે તાપી-ઉકાઈ ખાતેના ૮૦૦ મેગાવોટના અલ્ટ્રા સુપર કીટીકલ થર્મલ પાવર પ્લાન્ટ યુનીટ/૭, તાપી-ઉકાઇ ખાતેના કોલ હેન્ડલીંગ પ્લાન્ટમાં માર્શલીંગ યાર્ડનું રૂ.૩૯૩ કરોડના ખર્ચે રીમોડલીંગનું કામ. રૂ.૮૫ કરોડના ખર્ચે મહિસાગર ખાતે ૬૦ મેગાવોટ યુનિટનો કડાણા હાઇડ્રો ઇલેકટ્રીક પ્લાન્ટ( KHEP) તેમજ કચ્છમાં ગાંધીધામ ખાતે રૂ.૨૪૭ કરોડના ખર્ચે અંડર ગ્રાઉન્ડ ઇલેકટ્રીસીટી કેબલ ડિસ્ટ્રીબ્યુટેશન નેટવર્ક પ્રોજેકટનું ખાતમુહૂર્ત કરાશે.માર્ગ અને મકાન વિભાગના હસ્તકના રૂ.૪૩ કરોડના ખર્ચે બનનાર પલાસવા-ભીમાસર-હમીરપુર-ફતેહગઢ રોડ, રૂ.૪૦ કરોડૂના કોડટા-બીટ્ટા રોડનું કામ, પાણી પુરવઠા વિભાગના રૂ.૬૦ કરોડના અબડાસા તાલુકાના કામ ઉપરાંત દીનદયાલ પોર્ટ ઓથોરીટીના હસ્તકના ત્રણ કામ જેમાં રૂ.૧૫૦ કરોડના ખર્ચનું ૧૦ મેગાવોટનું ગ્રીન હાઇડ્રોજન પ્રોડકશન ફેસીલીટીનું બાંધકામ, પોર્ટ અને સ્ટોરેજ એરીયા વચ્ચે કાર્ગો ટ્રાન્સ્પોર્ટેશન માટે રૂ.૪૦૦ કરોડના હાયપરલુપ પોડ ટેકનોલોજીની કામગીરી તેમજ રૂ. ૪૫૩ કરોડના ખર્ચે રોડ નંબર.૩ પર ઓવરબ્રીજ તેમજ કંડલા ખાતે ૬ લેન અપગ્રેડેશનની કામગીરીનું ખાતમુહૂર્ત કરાશે.






