BHUJGUJARATKUTCH

જિલ્લા પંચાયત કચ્છ દ્વારા વિશ્વ હાયપરટેન્શન દિવસ નિમિત્તે એનસીડી જાગૃતિ અને તપાસણી અભિયાન શરૂ કરાયું

ભારત સરકાર દ્વારા “આપના લોહીના દબાણનું સચોટ રીતે માપન કરાવો,

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ  :- રમેશ મહેશ્વરી-બિમલભાઈ માંકડ-ભુજ કચ્છ.

તેને નિયંત્રણ કરો અને લાંબુ જીવો” થીમ પર હાયપરટેન્શન દિવસ ઉજવવામાં આવ્યો

ભુજ,તા-21 મે :  ભુજ કચ્છ જિલ્લાના એનસીડી સેલ, જિલ્લા પંચાયત કચ્છ-ભુજ દ્વારા વિશ્વ હાયપરટેન્શન દિવસની ઉજવણીના ભાગરૂપે જિલ્લા વિકાસ અધિકારીશ્રી ઉત્સવ ગૌતમના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં એનસીડી (બિન-સંચારી રોગો) જાગૃતિ અને તપાસણી અભિયાનનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લાના તમામ આરોગ્ય પેટા કેન્દ્રો (AAM), પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો (PHC), સામુહિક આરોગ્ય કેન્દ્રો (CHC) અને પેટા જિલ્લા હોસ્પિટલો (SDH) ખાતે વિવિધ જાગૃતિ અને તપાસણી કાર્યક્રમો યોજાયા હતાં. તમામ કેન્દ્રો પર વિનામૂલ્યે એનસીડી સ્ક્રીનીંગ કેમ્પ પણ યોજવામાં આવ્યા હતા, જેમાં હાયપરટેન્શન, ડાયાબિટીસ અને સામાન્ય આરોગ્યની તપાસ કરવામાં આવી હતી.બિન ચેપી રોગોથી બચવા સ્વસ્થ/તંદુરસ્ત આહાર, ખોરાક માં વધુ મીઠા નું પ્રમાણ ન વાપરવું શરીરનું વજન સામાન્ય જાળવી રાખવું, તણાવથી બચવું, તમાકુનું સેવન ટાળવું અને નિયમિત બ્લડ પ્રેશર, ડાયાબિટીસની તપાસ કરવવી જરૂરી છે. ૩૦ વર્ષથી વધુ ઉમરના દરેક નાગરિકએ પોતાનું બ્લડપ્રેસર નજીકના અધિકૃત આરોગ્ય કેન્દ્રો ખાતે મપાવવા અને જો વધુ પ્રેસર જણાય તો તબીબી ના માર્ગદર્શન મુજબ સારવાર ચાલુ કરાવવા અને સલાહ અનુસાર દવાઓ કાયમી ચાલુ રાખવા આરોગ્ય વિભાગ દ્વારા આહવાન કરવામાં આવ્યું છે.

Back to top button
error: Content is protected !!