બાયડ તાલુકાના દેવ કોલ્ડ સ્ટોરેજ ખાતે વિશ્વ મધમાખી દિવસની ઉજવણી કરવામાં આવી

કિરીટ પટેલ બાયડ
૨૦ મેના રોજ વિશ્વ મધમાખી દિવસની ઉજવણીના ભાગ રૂપે દેવ કોલ્ડ સ્ટોરેજ, તા. બાયડ, જી. અરવલ્લી ખાતે એક દિવસીય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું. આ સેમિનારમાં વિવિધ તાલુકાના ૨૫૦ થી વધુ ખેડૂત ભાઈઓએ ભાગ લીધો.
જેમાં ડૉ. જે.આર પટેલ, સંશોધન વૈજ્ઞાનિકશ્રી, તલોદ દ્વારા મધમાખી ઉછેર વિશે વિગતવાર ખેડૂતોને માહિતગાર કરવામાં આવ્યા. નાયબ બાગાયત નિયામકશ્રી ભાવિક એ. કરપટીયા દ્વારા બાગાયત ખાતાની વિવિધ સહાયલક્ષી યોજનાઓ વિશે માહિતી આપવામાં આવી. સંયુક્ત બાગાયત નિયામકશ્રીની કચેરી, મહેસાણા વિભાગમાંથી શ્રી પરબતભાઈ ચૌધરી તેમજ જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતો બળવંતભાઈ પટેલ તેમજ ગૌરવભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા. સેમિનારમાં જિલ્લાના બાગાયત અધિકારીશ્રી એ.પી.પટેલ, જે.આર.દેસાઈ, એ.વી.ગઢવી, નિધીબેન પટેલ તેમજ મધમાખી સહાયક – ધારા પટેલ દ્વારા સમગ્ર સેમિનારનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું.




