ગરીબ અને બેરોજગાર લોકોનું રસોડું ચાલુ રહે એ માટે મનરેગા યોજનાનો જન્મ થયો પરંતુ ચોકીદાર પોતે જ ચોરની ભૂમિકામાં જોવા મળ્યા – રાજુ કરપડા
તા.22/05/2025/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
મનરેગા કૌભાંડના આરોપીના પિતા અને રાજ્ય કક્ષાના મંત્રી બચું ખાબડના રાજીનામાની માંગ સાથે રજૂઆત કરવા જતા “આપ” નેતા રાજુ કરપડા સહિત ટીમની પોલીસે વઢવાણ લીમડી રોડ પરથી અટકાયત કરી હતી જેનો બાપ મંત્રી હોય એના દીકરા વિરુદ્ધ ગુજરાતનો કયો અધિકારી સાચી તપાસ કરશે? આ કૌભાંડ માત્ર દાહોદ જિલ્લા પૂરતું સીમિત નથી આ કૌભાંડ રાજ્યવ્યાપી છે બચું ખાબડ નું રાજીનામું લીધા પછી સાચી તપાસ થાય તો હજારો કરોડનું કૌભાંડ સામે આવે તેવી સંભાવના આદિવાસી બેલ્ટના દરેક જિલ્લા માં બચું ખાબડના દીકરાઓએ પોતાના વહીવટદારો મૂકેલા હતા આજે રાજ્યના હિતમાં શાંતિ થી રજૂઆત કરવા જઈ રહેલા “આપ” નેતાઓ જેમાં વિક્રમભાઈ દવે, કમલેશભાઈ કોટેચા, દીપકભાઈ ચિહલા, સતિષભાઈ ગમારા, અભિષેક, દિલીપસિંહ, પ્રવીણ સિંહ, બકુલભાઈ સહિતની અટકાય કરી લોકશાહીનો અવાજ દબાવવામાં આવ્યો હતો – રાજુભાઇ કરપડા