GUJARATLIMBADISURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKO
લીંબડી હેલિપેડ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું આગમન મહાનુભાવો દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરાયું.

તા.22/05/2025/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લામાં અમૃત સ્ટેશન યોજના અન્વયે પુનર્વિકસિત લીંબડી રેલવે સ્ટેશનના લોકાર્પણ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ લીંબડી હેલિપેડ ખાતે પધાર્યા હતા મુખ્યમંત્રીનું હેલિપેડ ખાતે આગમન થતાં મહાનુભાવો દ્વારા ઉષ્માભર્યું સ્વાગત તથા અભિવાદન કરવામાં આવ્યું હતું આ તકે નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા, સાંસદ ચંદુભાઈ શિહોરા, ધારાસભ્ય કિરીટસિંહ રાણા, પી. કે. પરમાર, પ્રકાશભાઈ વરમોરા, હિતેન્દ્રસિંહ ચૌહાણ સહિતના અગ્રણીઓ, જિલ્લા કલેકટર ડૉ. રાજેન્દ્ર પટેલ,જિલ્લા વિકાસ અધિકારી કે. એસ. યાજ્ઞિક, નાયબ પોલીસ મહાનિરીક્ષક ડો. ગિરીશ પંડ્યા સહિતના મહાનુભાવોએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનું પુષ્પગુચ્છ થકી મીઠેરો અને અદકેરો આવકાર આપી સ્વાગત કર્યું હતું.



