અહિંસા યુવા સંગઠન દ્વારા ઓપરેશન સિંદુરના સમર્થનમાં મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન

તા.29/05/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર, તા. ૦૧ જૂન ૨૦૨૫ માનવતાની મહેક ફેલાવતા અને જીવ બચાવવાનો સંકલ્પ ધરાવતા કાર્યક્રમનો અહિંસા યુવા સંગઠન દ્વારા ભવ્ય આયોજીત પ્રારંભ થવાનો છે ઓપરેશન સિંદુરના સમર્થનમાં મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન રવિવાર તા. ૦૧/૦૬/૨૦૨૫ ના રોજ પ્રેસિડેન્ટ હોટલ, સુરેન્દ્રનગર ખાતે સવારે ૮:૩૦ થી ૧:૦૦ વાગ્યા સુધી યોજાનાર છે આ કેમ્પનો ઉદ્દેશ ઈમરજન્સી સમયમાં રક્તની તાત્કાલિક જરૂરિયાતો પૂરી પાડવી અને જનતાને જાગૃત કરી માનવ સેવા તરફ આગળ વધારવો છે આ કેમ્પમાં રક્તદાતાઓ એક ઉમદા કાર્યના સન્માન સ્વરૂપે અલગ અલગ ગિફ્ટનું આયોજન કરેલ છે આ કેમ્પ માટે QR સ્કેન દ્વારા રજીસ્ટ્રેશનની વ્યવસ્થા કરવામાં આવી છે કેમ્પની વિશેષતા એ છે કે સંસ્થાએ વિવિધ સહયોગી સંસ્થાઓ, સામાજિક જૂથો અને સ્વૈચ્છિક સંગઠનો સાથે જોડાણ કરી બ્લડ ડોનેશ કેમ્પનું આયોજન કરેલ છે સંપર્ક માટે:
શશાંક ગાંધી – 95583 24444, કૃણાલ મહેતા – 92283 30003,ગુંજન સંઘવી – 94081 10762



