લીંબડી, ધ્રાંગધ્રા, પાટડી અને લખતરમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી અંતર્ગત વોકાથોન અને સાયકલીંગનું આયોજન કરાયું.

તા.29/05/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
તા. ૫મી જૂન, જેને દર વર્ષે વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે તે નિમિત્તે ચાલુ વર્ષ ૨૦૨૫-૨૬ ની થીમ ‘Ending Plastic Pollution Globally’ ને કેન્દ્રમાં રાખી વિવિધ ઉજવણી કરવામાં આવી રહી છે જેના ભાગરૂપે તા.૦૫/૦૬/૨૦૨૫ સુધી જિલ્લામાં વિવિધ પર્યાવરણલક્ષી કાર્યક્રમોનું પણ આયોજન હાથ ધરાયુ છે જિલ્લા કલેકટરના માર્ગદર્શન હેઠળ જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર લીંબડી દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસ-૨૦૨૫ની ઉજવણી અને પ્લાસ્ટિક પ્રદુષણ વિશે નાગરિકોમાં જાગૃતિ લાવવા તેમજ તંદુરસ્ત જીવનશૈલીને પ્રોત્સાહન આપવાની સાથે પર્યાવરણ જાગૃતિ માટે લીંબડી, ધ્રાંગધ્રા, લખતર અને પાટડી શહેરમાં એક વિશેષ વોકાથોન અને સાયકલીંગનું આયોજન કરવામાં આવ્યું હતું આ વોકાથોનમાં વિવિધ રમતોના કોચ, વ્યાયામ શિક્ષક અને રમતવીરો દ્વારા શહેરોના વિવિધ માર્ગો પર સાયકલીંગ અને વોકિંગ કરી ‘પ્લાસ્ટિક પ્રદુષણનો અંત લાવો અને પર્યાવરણની જાળવણી’નો સંદેશો આપવામાં આવ્યો હતો આ વોકાથોન મારફત નાગરિકોને Single Use Plastic ની વસ્તુઓનો ઉપયોગ ટાળવા માટે પણ અપીલ કરવામાં આવી હતી સાથે જ વોકાથોનમાં સામેલ તમામ લોકોને જિલ્લા રમત વિકાસ અધિકારી પાર્થ ચૌહાણ દ્વારા રોજિંદા જીવનમાં પ્લાસ્ટિકની વસ્તુઓનો ઉપયોગ ન કરવા બાબતની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી.




