તા.૨૯.૦૫.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
De.bariya:દેવગઢ બારીયા તાલુકાના સામૂહિક આરોગ્ય કેન્દ્ર પીપલોદ ખાતે યોજાયો રક્તદાન કેમ્પ
જીલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજીત દેવગઢ બારીયા તાલુકાના સામૂહિક આરોગ્ય કેન્દ્ર પીપલોદ ખાતે માન. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ ઉદય ટીલાવત અને તાલુકા આરોગ્ય અધિકારી ડૉ કલ્પેશ બારીયાના માર્ગદર્શન હેઠળ ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી ગોધરાના સહયોગથી પીપલોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું રક્તદાન કેમ્પમાં પીપલોદ વિસ્તારના સામાજિક કાર્યકરો,આરોગ્ય કર્મચારી અને સ્ટાફ , પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો સ્ટાફ તેમજ જનસમુદાયમાંથી રક્તદાતાઓએ ભાગ લીધો હતો. તમામ રક્તદાતાઓએ રક્તદાન કરીને રાષ્ટ્રભક્તિનુ ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું રક્તદાન સવારે 10:00 વાગ્યાથી 3:00 સુધી કરવામાં આવ્યું હતું જેમાં કુલ 43 યુનિટ બ્લડ ઈન્ડિયન રેડ ક્રોસ બ્લડ બેન્ક દ્વારા કલેક્ટ કરવામાં આવ્યું હતું રક્તદાન કેમ્પ બાદ પીપલોદ સામૂહિક આરોગ્ય કેન્દ્રના અધિક્ષક ડૉ નીતિન બારીયા દ્વારા રક્તદાતાઓને રક્તદાન કરવા બદલ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા