GUJARAT

ઝઘડિયા તાલુકાના રાણીપુરા પાટિયા પાસે રોંગ સાઈડ થી ઓવરટેક કરતા હાઇવા ચાલકે એક્ટિવા ચાલકોને અડફેટે લઈ અકસ્માત સર્જ્યો

ઝઘડિયા તાલુકાના રાણીપુરા પાટિયા પાસે રોંગ સાઈડ થી ઓવરટેક કરતા હાઇવા ચાલકે એક્ટિવા ચાલકોને અડફેટે લઈ અકસ્માત સર્જ્યો

 

અકસ્માતમાં એકટીવા પાછળ બેસેલ માંડવા ગામની ૨૭ વર્ષિય યુવતી નું મોત નીપજ્યું

 

ઝઘડિયા તાલુકામાંથી પસાર થતાં સરદાર પ્રતિમા ધોરીમાર્ગ પર ઉમલ્લાથી લઈ રાજપારડી ઝઘડિયા મુલદ ચાર રસ્તા સુધી ના રોડ પર રેતી તેમજ અન્ય ખનીજ ભરીને ચાલતા હાઇવા વાહન ચાલકો ખૂબ જ બેદરકારી અને ગફલતભરી રીતે પોતાના વાહનો ચલાવતા અવારનવાર અકસ્માત‌ની ઘટનાઓ બને છે, ગતરોજ માંડવા ગામની પ્રિયા નાગજીભાઈ માછી પટેલ નામની યુવતી તેના મિત્ર પારસ બોરસે સાથે ઝઘડિયા નજીકના મઢીઘાટ ખાતે ફરવા માટે ગયા હતા, મઢી ઘાટ થી પરત ફરતી વેરા રાત્રીના સાડા આઠ વાગ્યાના અરસામાં તેઓ ઝઘડિયા નજીકના રાણીપુરા પાટિયા નજીકથી પસાર થતા હતા, તે દરમિયાન એક હાઇવા ચાલકે પોતાનું વાહન બે ફિકરાયથી અને ગફલત ભરી રીતે ચલાવી એકટીવા પર સવાર પારસ અને પ્રિયા ના વાહનની રોંગ સાઈડથી ઓવરટેક કરવાનો પ્રયાસ કર્યો હતો, તે દરમિયાન હાઇવા ચાલકે એકટીવા પણ સવાર લોકો ને ટક્કર મારી અકસ્માત સર્જયો હતો, આ અકસ્માતમાં પારસ નામનો યુવક ઉછળી ને પડ્યો હતો જ્યારે એક્ટિવા પર પાછળ બેઠેલી પ્રિયા ના શરીર પરથી હાઇવાના ટાયરો ફરી જતા તેનું ઘટના સ્થળે જ મોત થયું હતું તથા પારસને ઇજાઓ પહોંચતા તેને પ્રાથમિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો, અકસ્માતની ફરિયાદ સંદીપભાઈ અરવિંદભાઈ માછી પટેલે ઝઘડિયા પોલીસ મથકમાં કરી છે.

 

ઈરફાનખત્રી

રાજપારડી

Back to top button
error: Content is protected !!